24 મિનિટ પેહલા
- કૉપી લિંક
સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ 7 મહિનાના બ્રેક બાદ કામ પર પરત ફરી છે. સામંથાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેની કમબેકની જાહેરાત કરવામાં આવી છે. એક્ટ્રેસે કહ્યું કે હવે તે હેલ્થ પોડકાસ્ટ પર કામ કરશે.
આ વીડિયો સિવાય સામંથાએ સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો પણ શેર કર્યો છે
હું આ પોડકાસ્ટ વિશે લાગણીશીલ અને ઉત્સાહિત છું: સામંથા
36 વર્ષીય અભિનેત્રીએ રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં કહ્યું છે કે , ‘હા, મને કામ માટે મોડું થયું… આખરે. હું આટલા દિવસોથી સાવ બેરોજગાર હતી. હવે હું મારા એક મિત્ર સાથે કંઈક અલગ જ કરવા જઈ રહી છું. આ હેલ્થ પોડકાસ્ટ હોવું આવશ્યક છે. આ એવી વસ્તુ છે જે મને ખરેખર ગમે છે. આવતા અઠવાડિયે તે રિલીઝ થઈ રહી હોવાથી હું આ માટે ખૂબ જ ભાવુક અને ઉત્સાહિત છું. હું આશા રાખું છું કે તમારામાંથી કેટલાકને તે ખૂબ જ ઉપયોગી લાગશે. મને તેના પર કામ કરવામાં ઘણી મજા આવી છે.
સામંથાની છેલ્લી ફિલ્મ ‘ખુશી’ હતી જેમાં તે વિજય દેવેરાકોંડાની સાથે જોવા મળી હતી.
છેલ્લી ફિલ્મ ‘ખુશી’ સપ્ટેમ્બર 2022માં રિલીઝ થઈ હતી
સામંથાએ 2022માં માહિતી આપી હતી કે તે ઓટો-ઇમ્યુન કંડીશન (માયોસાઇટિસ)થી પીડિત છે અને આ પછી સારવાર માટે કામ પરથી બ્રેક લીધો હતો. સામંથાની છેલ્લી રિલીઝ ‘ખુશી’ હતી જેમાં તે વિજય દેવરાકોંડાની સામે જોવા મળી હતી.
સામંથાએ હાલમાં વરુણ અને દિગ્દર્શક રાજ અને ડીકે સાથે એક ફોટો શેર કર્યો હતો
‘સિટાડેલ’માં વરુણ સાથે જોવા મળશે
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સામંથા હવે વરુણ ધવન સાથે વેબ સિરીઝ ‘સિટાડેલ’માં જોવા મળશે. સામંથા બ્રેક પર જતા પહેલાં ગયા વર્ષે જુલાઈ સુધી આ વેબ સિરીઝનું શૂટિંગ પણ કરી રહી હતી. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને, કહ્યું હતું કે નિર્માતાઓએ તેને અને વરુણને આ શોની પ્રથમ ઝલક બતાવી છે. આ સિરીઝ સિવાય સામંથાએ ‘ચેન્નઈ સ્ટોરીઝ’ પણ સાઈન કરી છે જે તેની પ્રથમ વિદેશી ફિલ્મ હશે.