5 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના જાણીતા ફોટોગ્રાફર પ્રદીપ બાંદેકરનું 11 ઓગસ્ટના રોજ નિધન થયું હતું. શુક્રવારે, 23 ઓગસ્ટના રોજ તેમના પરિવારે મુંબઈમાં પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું જેમાં શાહરૂખ ખાન, આમિર ખાન, જેકી શ્રોફ અને વિકી કૌશલ સહિત ઘણા કલાકારોએ હાજરી આપી હતી.
શાહરૂખ ખાન તેની મેનેજર પૂજા દદલાની સાથે પ્રાર્થના સભામાં પહોંચ્યો હતો.
શાહરૂખ જ્યારે અહીં જેકી શ્રોફને મળ્યો ત્યારે બંનેએ એકબીજાને ગળે લગાવ્યા.
પ્રાર્થના સભામાં આમિર ખાને પણ હાજરી આપી હતી. તે અહીં પ્રદીપના પરિવારને પણ મળ્યો હતો.
આમિર ખાન અને જેકી શ્રોફે તેમની વિનંતી પર અહીં બાળકો સાથે ફોટો પણ પડાવ્યો હતો.
વિકી કૌશલ પણ પહોંચ્યો હતો.
ગુલશન ગ્રોવરે પણ પ્રાર્થના સભામાં ભાગ લીધો હતો.
અભિનેત્રી સોનાલી કુલકર્ણી, વિકી કૌશલના પિતા શામ કૌશલ અને અભિનેતા દલીપ તાહિલ પણ અહીં જોવા મળ્યા હતા.
પ્રદીપનું 70 વર્ષની વયે અવસાન થયું
પ્રદીપે પોતાના કરિયરમાં ઘણા ફિલ્મ સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. તેઓ શાહરૂખ, આમિર અને અક્ષય સહિત ઘણા સેલેબ્સની નજીક હતા. પ્રદીપે 70 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું હતું.
પ્રદીપ બોલિવૂડના ઘણા સેલેબ્સના ફેવરિટ ફોટોગ્રાફર હતા.