7 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ વર્ષે ‘પઠાન’ અને પછી ‘જવાન’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનાર શાહરુખ ખાનની આગામી ફિલ્મ ‘ડંકી’ છે. શાહરુખ ખાનની ફેન ક્લબ આ ફિલ્મને એક અલગ લેવલ પર લઈ જવાની તૈયારી કરી રહી છે.

શાહરુખના ફેન ક્લબે ‘ડંકી’ને અંગે મોટો પ્લાન
ફેન્સ ફિલ્મની ઉજવણી કરવા માટે તૈયાર છે
જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, દેશના 240 થી વધુ શહેરોમાં ફિલ્મના પ્રથમ દિવસના પ્રથમ શો ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. આટલું જ નહીં, શાહરુખની ફેન્સ ક્લબ પણ 50 વિદેશી સ્થળોએ આવી જ ઈવેન્ટ્સનું આયોજન કરશે. ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તેની ઉજવણી કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.

શાહરુખના ફેન ક્લબે આ અંગેની વિગતો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
વીકએન્ડ સુધીમાં 750 શોનું આયોજન કરવાની યોજના ફેન ક્લબ પ્રથમ વીકએન્ડ સુધી આ ફિલ્મના 750 થી વધુ શો હોસ્ટ કરવાની યોજના બનાવી રહી છે. આ કાર્યક્રમોનું આયોજન કરીને તે પોતાના પ્રિય અભિનેતાની લોકપ્રિયતા દર્શાવવા માગે છે.

દેશભરના આ શહેરોમાં ‘ડંકી’નું સ્ક્રીનિંગ યોજાશે

ફિલ્મના ફર્સ્ટ ડે ફર્સ્ટ શો આ 50 આંતરરાષ્ટ્રીય સ્થળો પર યોજાશે
24 કલાકમાં ‘ડંકી’નું સૌથી વધુ જોવાયેલ ટ્રેલર
21 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહેલી આ ફિલ્મનું ટ્રેલર હાલમાં જ રિલીઝ કરવામાં આવ્યું છે. તે 24 કલાકમાં 59 મિલિયન વ્યૂ સાથે હિન્દી ફિલ્મોનું સૌથી વધુ જોવામાં આવતું ટ્રેલર બની ગયું છે.

20 વર્ષ પહેલાં રિલીઝ થયેલી રાજુની ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’ સુપર-ડુપર હિટ સાબિત થઈ હતી.
હિરાનીએ 20 વર્ષ પહેલાં શાહરુખને ‘મુન્નાભાઈ’ ઓફર કરી હતી
આ ફિલ્મ દ્વારા શાહરુખ અને નિર્દેશક રાજકુમાર હિરાની પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. રિપોર્ટ્સનું માનીએ તો, હિરાનીએ અગાઉ 2003માં ‘મુન્નાભાઈ MBBS’માં શાહરુખને મુખ્ય ભૂમિકાની ઓફર કરી હતી. જો કે, શાહરુખે તે રોલ નકારી કાઢ્યો અને આ ફિલ્મથી સંજય દત્તની કારકિર્દી ફરી શરૂ થઈ હતી.

શાહરુખ અને તાપસી પહેલીવાર ‘ડંકી’ ફિલ્મમાં સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે.
શાહરુખ પહેલીવાર તાપસી સાથે જોવા મળશે
શાહરુખ ઉપરાંત તાપસી પન્નુ, વિક્કી કૌશલ, બોમન ઈરાની સહિતના ઘણા કલાકારો ‘ડંકી’માં જોવા મળશે. ફિલ્મની વાર્તા લંડન જવા ઇચ્છતા 5 મિત્રોની આસપાસ વણાયેલી છે. જ્યારે તેઓ યોગ્ય રીતે વિદેશ જવાનો પ્રયાસ કરે છે અને નિષ્ફળ જાય છે, ત્યારે તેઓ વિદેશ જવાની ગેરકાયદેસર પદ્ધતિ અપનાવે છે.