6 કલાક પેહલા
- કૉપી લિંક
સિદ્ધાંત ચતુર્વેદી હાલમાં જ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળ્યો હતો. એક ઇન્ટરવ્યૂ દરમિયાન સિદ્ધાંતે બોલિવૂડમાં પડકારો વિશે ખુલીને વાત કરી હતી. સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું- મને અંગત રીતે ઈન્ડસ્ટ્રી પાસેથી કોઈ અપેક્ષા નથી. પણ હા, મને કામને લઈને ચોક્કસ અપેક્ષાઓ છે.
સિદ્ધાંતે કહ્યું કે અભિનેતા આયુષ્માન ખુરાનાએ તેમને પડકારો હોવા છતાં પણ આગળ વધતા રહેવાની સલાહ આપી હતી.
આયુષ્માન સિવાય વિકી કૌશલ અને રણબીર કપૂરે પણ તેને ઘણી મદદ કરી હતી. સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું કે જ્યારે રણબીરે મને ફોન કર્યો હતો ત્યારે તેમણે મારી સાથે લાંબા સમય સુધી વાત કરી હતી.
‘ગહેરાઇયાં’ ફ્લોપ થયા બાદ રણબીરે સલાહ આપી હતી
રણબીરે મને કહ્યું કે માત્ર કામ કરતા રહો અને અન્ય લોકો કામ કરી રહ્યા છે કે બતાવે છે તેની ચિંતા ન કરો.
‘ગહેરાઇયાં’ ફ્લોપ થઈ ત્યારે માત્ર રણબીર અને આલિયાએ જ મને લાંબા મેસેજ મોકલ્યા હતા. એ બંને મને સમજવાની કોશિશ કરી રહ્યા હતા.
‘ખો ગયે હમ કહાં’ પછી લોકોએ ખૂબ વખાણ કર્યા
સિદ્ધાંત ચતુર્વેદીએ કહ્યું- રણબીરે મને કહ્યું હતું કે ‘ફિલ્મ ત્યારે ચાલશે જ્યારે તમને તેની અપેક્ષા ન હોય’, તેથી મેં કહ્યું હતું કે તે ઠીક છે. અભિનેતાએ વધુમાં કહ્યું કે મને ‘ખો ગયે હમ કહાં’ પાસેથી બહુ અપેક્ષાઓ નહોતી. મને ખબર ન હતી કે આ ફિલ્મને આટલો પ્રેમ મળશે, કારણ કે તે માત્ર ટાર્ગેટ ઓડિયન્સ માટે જ છે, પરંતુ તેમ છતાં લોકોએ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો છે.
અત્રે ઉલ્લેખનનીય છે કે, ‘ખો ગયે હમ કહાં’માં સિદ્ધાંત ચતુર્વેદીની સાથે અનન્યા પાંડે અને આદર્શ ગૌરવ પણ લીડ રોલમાં જોવા મળ્યા હતા. સિદ્ધાંતે ‘ગલી બોય’માં એમસી શેરનું પાત્ર ભજવ્યું હતું. લોકોએ સિદ્ધાંતને આ રોલ સાથે ખૂબ પસંદ કર્યો. જેમાં તે રણવીર સિંહ સાથે જોવા મળ્યો હતો.