10 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ખુલાસો કર્યો છે કે, એક જ્યોતિષની સલાહ પર એકતા કપૂરે તેને ટીવી શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં નોકરી આપી હતી. તેમણે એ પણ જણાવ્યું કે કરિયરની શરૂઆતમાં કમાણી ઘણી ઓછી હતી, જેના કારણે ગરીબીની સ્થિતિ હતી.
સ્મૃતિ ઈરાનીએ ફેશન મોડલ અને ટીવી પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે
જ્યોતિષની સલાહ પર એકતા કપૂરના શોમાં કામ મળ્યું
કર્લી ટેલ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં સ્મૃતિ ઈરાનીએ કહ્યું હતું કે, મને ટીવી શો ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’માં મારા વ્યક્તિત્વના કારણે કામ નથી મળ્યું. વાસ્તવમાં, એકતા કપૂરની ઓફિસમાં એક જ્યોતિષ બેઠા હતા જેણે મને દૂરથી જોઈ અને મને રોકવા માટે કહ્યું. જ્યોતિષીનું નામ જનાર્દન હતું અને તેમણે તે વખથે કહ્યું કે, ‘એક દિવસ તું મોટી સ્ટાર બનીશ’. તેમણે એકતાને કહ્યું કે, ‘જો તે સ્મૃતિ સાથે કામ કરશે તો તે દેશમાં ખૂબ પ્રખ્યાત થઈ જશે.’
‘મને ખબર નહોતી કે પંડિતની પાછળ એકતા પણ હાજર હતી. હું બીજા શોના કોન્ટ્રાક્ટ સાઈન કરવા ગઈ હતી. જ્યોતિષની વાત સાંભળીને એકતા તરત જ મારી પાસે આવી અને પૂછ્યું કે હું કયા કરાર પર સહી કરવા આવી છું.’
મેકડોનાલ્ડ્સમાં 1800 રૂપિયાના માસિક પગારે કામ કરતાં હતાં
‘તે સમયે હું મેકડોનાલ્ડ્સમાં કામ કરતી હતી. ત્યાં મારો માસિક પગાર 1800 રૂપિયા હતો. જ્યારે મને તે શો માટે રોજના 1200-1300 રૂપિયા મળવાના હતા. આવી સ્થિતિમાં રોજના 1200 રૂપિયા વધુ સારા લાગ્યા.’
‘આ બધું જાણ્યા પછી, એકતાએ તે કરાર તોડી નાખ્યો અને મને 1800 રૂપિયા પ્રતિદિનના પગારે તુલસી વિરાણીના રોલમાં કાસ્ટ કરવાનું નક્કી કર્યું. આ જોઈને હું ચોંકી ગઈ. જ્યાં હું વાસણો ધોઈને મહિને 1800 રૂપિયા કમાતી હતી, હવે મને રોજના 1800 રૂપિયા મળવાના હતા. આ ક્ષણ મારા માટે ખરેખર ખૂબ જ ખાસ હતી. મને લાગ્યું કે હું લોટરી જીતી ગઈ.’
‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ સિરિયલનો પ્રથમ એપિસોડ 3 જુલાઈ, 2000ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો જ્યારે અંતિમ એપિસોડ 6 નવેમ્બર, 2008ના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. સ્મૃતિએ તેમાં તુલસીનો રોલ કર્યો હતો
કસુવાવડ છતાં શૂટિંગ માટે જતા
આ સિરિયલના શૂટિંગ દરમિયાન સ્મૃતિને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તે બે શિફ્ટમાં કામ કરતા હતા. દિવસ દરમિયાન તે રવિ ચોપરાની ‘રામાયણ’ માટે શૂટિંગ કરતી હતી જ્યારે સાંજની શિફ્ટમાં તે ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ થી’ માટે શૂટિંગ કરતી હતી. એક સમય એવો હતો જ્યારે તે શૂટિંગ દરમિયાન ગર્ભવતી થઈ ગઈ હતી. ઘરે જતી વખતે તેણીને કસુવાવડ થઈ હતી.
કસુવાવડ હોવા છતાં, તેમને બીજા દિવસે શૂટ માટે બોલાવવામાં આવી હતી. સ્મૃતિના જણાવ્યા અનુસાર, તેની સાથે કામ કરતા તેના સહ કલાકારોએ નિર્માતા એકતા કપૂરને કહ્યું હતું કે, ‘કસુવાવડના સમાચાર ખોટા છે.’ જેના જવાબમાં સ્મૃતિ બીજા દિવસે મેડિકલ રિપોર્ટ લઈને એકતા પાસે ગઈ હતી. તેણે એકતાને કહ્યું કે જો ‘તેનું ભ્રૂણ બચી ગયું હોત તો તે તેને સાબિતી તરીકે લઈ આવી હોત.’
આ શોના કારણે રાજકારણમાં ટોચ પર પહોંચ્યાં
આ સિરિયલને કારણે સ્મૃતિને ઓળખ મળી અને તે આ ઓળખનો ફાયદો ઉઠાવીને રાજકારણમાં જોડાઈ ગયા. આજે તે દેશના સૌથી શક્તિશાળી મંત્રીઓમાંના એક છે. તેમણે અમેઠીથી રાહુલ ગાંધીને પણ હરાવ્યા હતા. આજે તે મોદી કેબિનેટમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય સંભાળી રહ્યાં છે. આ સિવાય લઘુમતી બાબતોનું મંત્રાલય મેળવનાર તે પ્રથમ બિન-મુસ્લિમ છે.