9 કલાક પેહલા
- કૉપી લિંક
‘હમ્પ્ટી શર્મા કી દુલ્હનિયા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ પછી હવે કરન જોહરે આ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દુલ્હનિયા 3’ માટે વરુણ ધવન સાથે ફરી એકવાર હાથ મિલાવ્યા છે, જોકે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ હશે કે નહીં તે અંગે કી માહિતી મળી નથી.
હાલમાં જ બોલિવૂડ હંગામાના એક રિપોર્ટ અનુસાર, કરન જોહરના ધર્મા પ્રોડક્શનના બેનર હેઠળ ‘દુલ્હનિયા 3’ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મમાં વરુણ ધવન લીડ રોલમાં જોવા મળશે, જોકે ફીમેલ લીડમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. કરન જોહર ‘દુલ્હનિયા 3’ થી નવા ચહેરાને લોન્ચ કરશે.
રિપોર્ટમાં સ્ત્રોતને ટાંકીને લખવામાં આવ્યું છે કે છેલ્લી બે ફિલ્મોના નિર્દેશક શશાંક ખેતાન આ ફિલ્મનું નિર્દેશન કરશે. વરુણ ધવન, કરન જોહર અને શશાંકે સાથે મળીને ઘણા વિચારો કર્યા છે, જે બાદ હવે સ્ક્રિપ્ટ ફાઈનલ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે એટલે કે 2024માં શરૂ થશે. નિર્માતાઓએ આ ફિલ્મ માટે નવા ચહેરાની શોધ પણ શરૂ કરી દીધી છે, જે વરુણ ધવન સાથે જોવા મળશે.
આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે નવા ચહેરાના આવવાને કારણે આલિયા ભટ્ટ માટે ફિલ્મમાં હોવું મુશ્કેલ છે. આ ફિલ્મ વર્ષ 2025માં રિલીઝ થઈ શકે છે.
વરુણ ધવન પાસે અનેક મોટી ફિલ્મો
‘દુલ્હનિયા 3’ ઉપરાંત વરુણ ધવન પાસે ડેવિડ ધવનના નિર્દેશનમાં એક અનટાઈટલ્ડ ફિલ્મ પણ છે. ‘ મેં તેરા હીરો’ ને ‘કુલી નં 1’ બાદ વરુણ અને ડેવિડની આ 1 પછી ત્રીજી ફિલ્મ છે. તે ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યા પછી જ ‘દુલ્હનિયા 3’નું શૂટિંગ કરશે.