15 કલાક પેહલા
- કૉપી લિંક
હાલમાં જ રિલીઝ થયેલી ડોક્યુમેન્ટ્રી ‘એંગ્રી યંગ મેન’ ચર્ચામાં છે. ડોક્યુમેન્ટરીનો ત્રીજો એપિસોડ સલીમ ખાન અને હેલનની સફર વિશે જણાવે છે. સલીમ ખાને બે લગ્ન કર્યાં હતાં, પ્રથમ લગ્ન સલમા ખાન સાથે હતાં જેમાંથી સલમાન, અરબાઝ, સોહેલ અને અલવીરાનો જન્મ થયો હતો. તે જ સમયે, તેણે તેના સમયની પ્રખ્યાત એક્ટ્રેસ હેલન સાથે બીજાં લગ્ન કર્યાં.

હેલન, સલીમ ખાન અને સલમા ખાન.
ફિલ્મ ‘કાબલી ખાન’માં સાથે કામ કર્યું; કોઈ ચર્ચા નહોતી
ડોક્યુમેન્ટ્રી ‘એંગ્રી યંગ મેન’માં હેલને કહ્યું, ‘કાબલી ખાન ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. આ ફિલ્મમાં સલીમ સાહેબે વિલનની ભૂમિકા ભજવી હતી. જ્યારે, હું ફિલ્મની હિરોઈન હતી. મેં ક્યારેય વિલન તરીકે સલીમ સાહેબની કલ્પના કરી નહોતી. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન અમે ક્યારેય વાત પણ કરી નથી. હા, હું તેમને પહેલીવાર ફિલ્મ ‘ડોન’ના શૂટિંગ દરમિયાન મળી હતી.
ફિલ્મ ‘ડોન’ના શૂટિંગ દરમિયાન બોન્ડિંગ વધ્યું
1978માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ડોન’માં અમિતાભ બચ્ચન લીડ રોલમાં હતા. ફિલ્મની સ્ક્રિપ્ટ સલીમ ખાન અને જાવેદ અખ્તરે લખી હતી. સલીમ ખાન કહે છે, ‘શૂટિંગ પછી હેલન ઘણીવાર મારી પાસે આવતી, અમે ડ્રિંક્સ લેતા અને તે પછી તે જતી રહેતી.’ જ્યારે સલીમ સાહેબને પૂછવામાં આવ્યું કે, તમે હેલનના પ્રેમમાં કયારે પડ્યા? તો તેનો જવાબ હતો, ‘જો તમે પ્રેમ તમે કર્યો હશે, તો ખબર પડશે’.

સલમા ખાન સાથે હેલન.
માતાએ ક્યારેય હેલન આંટી વિશે કંઈ ખરાબ કહ્યું નથી- અરબાઝ
ડોક્યુમેન્ટ્રીમાં અરબાઝ ખાને જણાવ્યું કે તેની માતા સલમાએ તેને તેના પિતા સલીમ ખાન અને હેલન આંટી વિશે ક્યારેય ખરાબ નથી કહ્યું. અરબાઝે કહ્યું કે આજે પણ અમે તેને હેલન આંટી કહીએ છીએ કારણ કે તે સમયે તે અમારા માટે આંટી હતાં. અમે તેમને આંટી કહીએ છીએ પરંતુ અમે તેમને અમારી માતાની જેમ પ્રેમ કરીએ છીએ.
સલીમ ખાને બાળકોને કહ્યું હતું, તમે નહીં સમજો
સલીમ ખાન કહે છે, ‘મેં મારાં બધાં બાળકોને બેસાડ્યાં અને કહ્યું કે તમે આ વાત હવે નહીં સમજો પણ જ્યારે તમે મોટાં થશો ત્યારે તમને બધું સમજાઈ જશે. હું હેલન આન્ટીને પ્રેમ કરું છું અને હું એ પણ જાણું છું કે તમે તમારી માતાને જેટલો પ્રેમ કરો છો તેટલો તમે તેને પ્રેમ કરશો નહીં, પરંતુ હું ઈચ્છું છું કે તમે બધા તેને પણ તેટલો જ આદર આપો જે તમે તમારી માતાને આપો છો.’