8 કલાક પેહલા
- કૉપી લિંક
ફિલ્મ નિર્માતા અભિષેક કપૂરે દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે બે ફિલ્મોમાં કામ કર્યું હતું. જે પૈકી પહેલી ફિલ્મ ‘કાઈ પો છે’ અને પછી ‘કેદારનાથ’.હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું કે સુશાંત ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન ખૂબ જ હેરાન-પરેશાન થઈ ગયો હતો.

ફિલ્મ ‘કેદારનાથ’ના શૂટિંગ દરમિયાન અભિનેત્રી સારા અલી ખાન સાથે સુશાંત સિંહ રાજપૂત. દિગ્દર્શક અભિષેક કપૂર પાછળ ઉભેલા જોવા મળે છે
બ્લાઇન્ડ આર્ટિકલને કારણે હેલ્પલેસ ફીલ કરતો હતો
યુટ્યુબર સિદ્ધાર્થ કાનનને આપેલા એક ઇન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું, ‘તે દિવસોમાં સુશાંત ખૂબ જ પરેશાન હતો. હું તેમને સારી રીતે ઓળખતો હતો. તે ખૂબ જ મજબૂત વ્યક્તિ હતો. માનસિક અને શારીરિક રીતે તે કંઈપણ સહન કરી શકતો હતો. તે સમયે,તેમના વિશે ઘણા પ્રકારના બ્લાઇન્ડ આર્ટિકલ પ્રકાશિત થતા હતા, જે વાંચીને તેઓ ખૂબ જ એકલતા અને લાચારી અનુભવતા હતા.

ફિલ્મ ‘કાઈ પો છે’ના શૂટિંગ દરમિયાન સુશાંત, રાજકુમાર રાવ અને અમિત સાધના ખોળામાં અભિષેક કપૂર
3 મહિનામાં ક્રિકેટરનો લુક હાંસલ કર્યો
આ ઇન્ટરવ્યૂમાં અભિષેકે સુશાંત સાથે ફિલ્મ ‘કાઈ પો છે’માં કામ કરવાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે કહ્યું, ‘મને યાદ છે કે જ્યારે હું ‘કાઈ પો છે’ માટે ઓડિશન કરી રહ્યો હતો ત્યારે સુશાંતનું વજન ઘણું વધારે હતું. મેં તેમને એક અમેરિકન એક્ટરનો ફોટો બતાવ્યો અને કહ્યું કે તમારે આવું દેખાવું પડશે કારણ કે તમે ફિલ્મમાં ક્રિકેટરનો રોલ કરી રહ્યા છો.
તે બહુ બોલ્યો નહિ. તેણે ફક્ત ‘યસ સર… યસ સર’ કહ્યું પણ તેણે છેલ્લાં 3 મહિનામાં ઘણી મહેનત કરી. સવારે 6 વાગ્યે ક્રિકેટની પ્રેક્ટિસ કરીને અને પછી જિમ ટ્રેનિંગ કરીને આ લુક હાંસલ કર્યો હતો.

સુશાંતનું 3 વર્ષ પહેલાં અવસાન થયું હતું
સુશાંત સિંહ રાજપૂતનું 14 જૂન, 2020ના રોજ 34 વર્ષની વયે અવસાન થયું હતું. તે મુંબઈના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. સુશાંતના મૃત્યુ કેસમાં દેશની ત્રણ મોટી એજન્સીઓ CBI, NCB અને ED સામેલ છે, પરંતુ હજુ સુધી એ ખબર નથી પડી કે અભિનેતાનું મૃત્યુ કેવી રીતે થયું. જોકે એવું માનવામાં આવે છે કે અભિનેતાએ આત્મહત્યા કરી લીધી હતી.