8 મિનિટ પેહલા
- કૉપી લિંક
ટેલિવિઝનનો ફેમસ રિયાલિટી શો ‘બિગ બોસ 18’ ફિનાલેની ખૂબ જ નજીક આવી ગયો છે. 19 જાન્યુઆરીના રોજ ફિનાલે પહેલા, ધરમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મીડિયાએ તમામ સ્પર્ધકોને તીખા સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન, ફાઈનલના દાવેદાર કરણવીર મહેરાને પણ કેટલાક અધરા સવાલોનો સામનો કરવો પડ્યો.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન દિવ્ય ભાસ્કર દ્રારા કરણવીરને પૂછવામાં આવ્યું કે, તમે સંબંધોમાં રમત કરી રહ્યા છો, તમે સર્ટિફિકેટ વહેંચો છો. ક્યારેક તમે રજતને કહો છો, ક્યારેક અવિનાશને સારો કહો છો, ક્યારેક તમે વિવિયનને સુપરમેન કહો છો. આ મૂંઝવણ અને વધુ પડતો આત્મવિશ્વાસ ક્યાંક ને ક્યાંક તમારા ચાહકોને છેતરે છે. તમે આ અંગે શું કહેવા માંગો છો? જવાબમાં કરણે કહ્યું, હું ખુશ કરતો રહું છું? બધા સર્ટિફિકેટ સારા જ છે, જો સારું ન લાગે તો પાછા આપી દો. સુપરમેન બોલવામાં શું વાંધો છે, કોઈ સાથે અન્યાય તો નથી કર્યો ને?
આ દરમિયાન એક રિપોર્ટરે કરણને કહ્યું કે, થોડા દિવસો પહેલા તમે રજતને કહ્યું હતું કે તેના યૂટ્યુબ ફેન્સને વોટ ન આપવાનું કહે, નહીં તો તમે જ જીતશો. શું તમને તમારા યોગદાન, તમારી પ્રતિભા અને તમારા ચાહકોમાં વિશ્વાસ નથી?
ફિનાલે વીકમાં કરણવીર મહેરાને કિંગ ઓફ ધ હાઉસનો ખિતાબ મળ્યો.
થોડા દિવસો પહેલા, શોમાં ટિકિટ ટુ ફિનાલે ટાસ્ક યોજાયો હતો, જેમાં વિવિયન ડીસેના અને ચુમ સામસામે હતા. ટાસ્ક દરમિયાન ચમ ઘાયલ થઈ હતી, જે પછી વિવિયન તેને જીતવા દે છે. આના પર એક પત્રકારે તેમને પૂછ્યું, શું તમે તમારા મિસ્ટર પરફેક્ટ ટેગને બચાવવા માટે ફિનાલેની ટિકિટનું બલિદાન આપી દીધું? આના પર વિવિયનએ કહ્યું, મેં જે પણ કર્યું, પસ્તાવાના કારણે કર્યું, મેં માફી માંગવા માટે કર્યું કે હું માફી માગું છું. તે જ સમયે, કેટલાક પત્રકારોએ વિવિયનનો મુકાબલો ન કરવા અને લોકોને સાંભળીને ગેમ ન રમવા પર પણ સવાલો ઉઠાવ્યા છે.
‘બિગ બોસ 18’નો ફિનાલે 19 જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. ચુમ ફિનાલેની ટિકિટ જીતીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. હાલમાં વિવિયન ડીસેના, કરણવીર મહેરા, રજત દલાલ, શિલ્પા શિરોડકર, એશા સિંહ અને અવિનાશ મિશ્રા રેસમાં છે.