33 મિનિટ પેહલા
- કૉપી લિંક
સલમાન ખાનની ફિલ્મ ‘સિકંદર’ 30 માર્ચે રિલીઝ થઈ હતી. આ ફિલ્મ રિલીઝ પહેલા જ ખૂબ ચર્ચામાં હતી, જોકે, તેની વાર્તા અને પ્લોટને કારણે આ ફિલ્મ દર્શકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી હોય તેવું લાગે છે. આ જ કારણે ફિલ્મના ઘણા શો રદ કરવામાં આવી રહ્યા છે. ઘણા થિયેટરોમાં હવે ‘સિકંદર’ની જગ્યાએ મોહનલાલની ફિલ્મ ‘L2: એંપુરાન’ પ્રદર્શિત થઈ રહી છે.
બોલિવૂડ હંગામાના તાજેતરના અહેવાલ મુજબ, ‘સિકંદર’ને સુરત, અમદાવાદ, ભોપાલ અને ઇન્દોરના અનેક થિયેટરમાંથી દૂર કરવામાં આવી છે.
- મુંબઈના કાંદિવલીમાં આઈનોક્સ રઘુલીલા ખાતે સાંજે ૫:૩૦ વાગ્યે ‘સિકંદર’ના બદલે હવે ફિલ્મ ‘ઉમબારો’ લાગી ગઈ છે.
- 1 એપ્રિલથી, ‘સિકંદર’નો રાત્રે 9.30 વાગ્યાનો શો પણ દૂર કરવામાં આવ્યો છે અને ‘ઓલ ધ બેસ્ટ પાંડ્યા’ શરૂ કરવામાં આવ્યો છે.
- સિનેપોલિસ સીવુડ અને પીવીઆર ઓરિયન મોલમાં રાત્રે 9.30 અને સાંજે 5.30 વાગ્યાના સિકંદરના શોને બદલે મોહનલાલની ફિલ્મ ‘L2: એંપુરાન’ પ્રદર્શિત થશે.
- હવે દક્ષિણ મુંબઈના આઇનોક્સ નરીમાન પોઈન્ટ પર રાત્રે 8 વાગ્યે અને મેટ્રો આઇનોક્સ પર રાત્રે 8.30 વાગ્યે ‘સિકંદર’ની જગ્યાએ, જોન અબ્રાહમની ફિલ્મ ‘ડિપ્લોમેટ’ લગાવી દેવામાં આવી છે.

‘સિકંદર’નું ઓપનિંગ કલેક્શન 26 કરોડ હતું.
30 માર્ચે રિલીઝ થયેલી ફિલ્મ સિકંદરે 26 કરોડ રૂપિયાનું ઓપનિંગ કલેક્શન કર્યું હતું. રવિવારે રિલીઝ થવાથી ફિલ્મને ફાયદો થયો. બીજા દિવસે, ઈદના અવસર પર, ફિલ્મની કમાણીમાં ઉછાળો જોવા મળ્યો. ફિલ્મે બીજા દિવસે ₹29 કરોડ અને ત્રીજા દિવસે ₹19.5 કરોડની કમાણી કરી. ફિલ્મનું કુલ કલેક્શન 74.5 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
નોંધનીય છે કે,ફિલ્મ ‘સિકંદર’નું દિગ્દર્શન એઆર મુરુગદાસે કર્યું છે, જેમણે ‘ગજની’ જેવી શાનદાર ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. ફિલ્મમાં સલમાન ખાનની સામે રશ્મિકા મંદન્ના જોવા મળી રહી છે. ફિલ્મમાં શરમન જોશી, કાજલ અગ્રવાલ, સત્યરાજ, પ્રતિક બબ્બર પણ મહત્ત્વની ભૂમિકામાં છે.
આ ફિલ્મની વાર્તા રાજકોટના રાજા સંજય પર આધારિત છે, જે મંત્રીના પુત્રને પાઠ ભણાવીને ભારે દુશ્મનાવટ વહોરે છે. બદલાની આ લડાઈમાં, સંજય તેની પત્ની સાંઇશ્રી ગુમાવે છે.