3 મિનિટ પેહલા
- કૉપી લિંક
કેન્સર સામે ઝઝૂમી રહેલી અભિનેત્રી હિના ખાને તાજેતરમાં મહિમા ચૌધરી સાથેના કેટલાક ફોટા શેર કર્યા છે. અભિનેત્રીએ કહ્યું હતું કે, આ સમગ્ર મુશ્કેલ સમયમાં મહિમા મારી સાથે રહી અને મને યોગ્ય સલાહ આપતી રહી હતી અને મહિમાએ ન માત્ર સપોર્ટ કર્યો પરંતુ મારી પ્રથમ કીમોથેરાપી દરમિયાન પણ મારી સાથે હાજર રહી હતી.
મહિમા પ્રથમ કીમોથેરાપી દરમિયાન હિનાને મળવા હોસ્પિટલ આવી હતી.
કેન્સરની વાત હિનાએ સૌથી પહેલા મહિમાને કીધી એક ઈન્ટરવ્યુમાં મહિમાએ જણાવ્યું કે, તેણે હિનાને અમેરિકામાં નહીં પણ ભારતમાં સારવાર કરાવવાની સલાહ આપી હતી. ઈન્ડિયા ટુડેને આપેલા ઈન્ટરવ્યુમાં મહિમાએ કહ્યું, ‘હું હિનાને એક પાર્ટીમાં મળી હતી. તે બંને વચ્ચે ખૂબ જ કેઝ્યુઅલ મીટિંગ હતી જેવી રીતે બે એક્ટર્સ વચ્ચે થાય છે પરંતુ હું પહેલી વ્યક્તિ હતી જેને રની ખબર પડતા જ તેને ફોન કર્યો હતો.
મહિમાને પણ વર્ષ 2022માં કેન્સર હોવાનું નિદાન થયું હતું. તેણે તેની સફળતાપૂર્વક સારવાર કરાવી.
મહિમાને ખબર પડતા તેમણે હિનાને શું કહ્યું- ‘તેણે મને ફોન કરીને કહ્યું કે મેં બુકિંગ કરાવી લીધું છે અને હું સારવાર માટે અમેરિકા જઈ રહી છું. તો મેં તેને કહ્યું, જ્યારે મને કેન્સરની ખબર પડી ત્યારે મેં પણ આવું વિચાર્યું હતું. પરંતુ આ દરમિયાન તમારે તમારા પર નિર્ભર રહેવું પડશે. આ એક ખૂબ જ મુશ્કેલ સારવાર છે અને તે સમયે ખૂબ જ ડર પણ લાગશે. ‘અમેરિકામાં પણ માત્ર ભારતીય ડૉક્ટર જ સારવાર કરશે’ મહિમાએ હિનાને સલાહ આપી કે, તેનો ઈલાજ મુંબઈમાં જ કરાવવી જોઈએ, કારણ કે દવા એક જ છે… પછી તે અહીં ખાય કે ત્યાં. મહિમાએ હિનાને એમ પણ કહ્યું કે, જે ડૉક્ટર તેની અમેરિકામાં સારવાર કરશે તે ભારતીય જ હશે.
કંગના રનૌત સ્ટારર ‘ઇમરજન્સી’ ટૂંક સમયમાં જ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આમાં મહિમા પણ મહત્વની ભૂમિકા ભજવે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મહિમાની આગામી ફિલ્મ કંગના રનૌત સ્ટારર ‘ઇમર્જન્સી’ છે. આમાં તે પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીના નજીકના મિત્ર પુપુલ જયકરના રોલમાં જોવા મળશે.