19 મિનિટ પેહલા
- કૉપી લિંક
વરુણ ધવનના પગમાં ઈજા થઈ છે. તે આગામી ફિલ્મ ‘VD 18’નું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે આ ઘટના ઘટી હતી. આ જાણકારી તેણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આપી છે. સ્ટોરીની સાથે તેણે કેપ્શનમાં લખ્યું,’મારો પગ લોખંડના સળિયા સાથે અથડાતા મારી પીંડીમાં વાગ્યું છે’
ફિલ્મનું શૂટિંગ માર્ચ 2024માં સમાપ્ત થઈ શકે છે
કલિસ આ અનટાઈટલ્ડ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. અટલી અને મુરાદ ખેતાણી આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. વરુણ ઉપરાંત આ ફિલ્મમાં કીર્તિ સુરેશ અને વામિકા ગબ્બી પણ છે. ફિલ્મમાં વરુણ ફુલ એક્શન અવતારમાં જોવા મળશે. તે સુપરહિટ તમિલ ફિલ્મની રિમેક છે. આશા છે કે ફિલ્મનું શૂટિંગ માર્ચ 2004 સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પછી, આ જ વર્ષના ઉનાળામાં ફિલ્મ થિયેટરોમાં આવી શકે છે.
વરુણ જ્હાન્વી સાથે ‘બવાલ’ફિલ્મમાં જોવા મળ્યો હતો.
હાલમાં જ વરુણ ફિલ્મ ‘બવાલ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સામે જ્હાન્વી કપૂર જોવા મળી હતી. આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ હતી અને તેને ચાહકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મનું નિર્દેશન નિતેશ તિવારીએ કર્યું હતું.
વરુણ ચોથી વખત પિતા ડેવિડ સાથે કામ કરશે
ટૂંક સમયમાં વરુણ પિતા ડેવિડ ધવનની ફિલ્મમાં ફરી જોવા મળશે. આ ચોથી વખત હશે જ્યારે બંને સાથે કામ કરશે. પિંકવિલાના અહેવાલો અનુસાર, ફિલ્મ આવતા વર્ષે એપ્રિલમાં ફ્લોર પર આવી શકે છે. આ ફિલ્મમાં વરુણ ફરીથી કોમેડી અંદાજમાં દર્શકોનું મનોરંજન કરશે. તેની સામે બે અભિનેત્રીઓ જોવા મળશે. જો કે આ બંને અભિનેત્રીઓ કોણ હશે તે અંગેની માહિતી હજુ સામે આવી નથી.
વરુણ-સામંથાની જોડી હોલીવુડ સીરિઝ સિટાડેલની હિન્દી રિમેકમાં જોવા મળશે.
રિપોર્ટ્સ અનુસાર, વરુણ આગામી દિવસોમાં હોલીવુડ સિરિઝ સિટાડેલની હિન્દી રિમેકમાં જોવા મળશે. તેની સાથે સામંથા રૂથ પ્રભુ પણ જોવા મળશે. જોકે, રિલીઝ ડેટ અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. તેને રાજ અને ડીકે પ્રોડ્યુસ કરી રહ્યા છે.
પ્રિયંકા ચોપરા અને રિચર્ડ મેડન હોલીવુડ સીરિઝ ‘સિટાડેલ’માં લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ સીરિઝને ઈન્ટરનેશનલ લેવલ પર દર્શકોએ ખૂબ જ પસંદ કરી હતી.