30 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘બિગ બોસ’ના સ્પર્ધકો અંકિતા લોખંડે અને વિકી જૈન ફરી એકવાર તેમના ઝઘડાને કારણે ચર્ચામાં છે. કપલનો આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થયો છે. વીડિયોમાં વિકી ગુસ્સામાં અંકિતા પર હાથ મિલાવે છે અને ધાબળો ફેંકીને ચાલ્યો જાય છે. ત્યાં હાજર અભિષેક બધાને આ વાત કહેવા લાગે છે. વિકી અને તેમની વચ્ચે લડાઈ શરૂ થાય છે. તેમની વચ્ચેની લડાઈ જોઈ રહેલી અંકિતા ચોંકી ગઈ હતી.

વિકી જૈનને અંકિતા પર કેમ ગુસ્સો આવ્યો?
હકીકતમાં, બિગ બોસના ઘરની અંદર દરરોજ લોકો વચ્ચે ઝઘડા જોવા મળે છે. દરમિયાન નવા એપિસોડમાં વિકી જૈન અને અભિષેક કુમાર એકબીજાની વચ્ચે દલીલ કરતા જોવા મળે છે. તેમની વચ્ચેની લડાઈ દરમિયાન જ્યારે અંકિતા બોલે છે ત્યારે વિકી ખૂબ ગુસ્સે થતો જોવા મળે છે. એક ક્ષણ માટે એવું લાગ્યું કે, તે અંકિતાને થપ્પડ મારવાની કોશિશ કરી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અભિષેક અને વિકી વચ્ચે રસોઈને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન અંકિતા લોખંડે તેમની વાતચીતમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કરે છે. આ જોઈને વિકી પોતાના ગુસ્સા પર કાબૂ રાખી શકતો નથી. આ જોઈને અંકિતાના ફેન્સ તેને વિકીને છૂટાછેડા લેવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક લોકો કહે છે કે આ પબ્લિક સિટી સ્ટંટ હોઈ શકે છે.


આ પહેલીવાર નથી કે જ્યારે કપલ પોતાની અંગત બાબતોને લઈને સમાચારમાં હોય. હાલમાં જ બિગ બોસની સ્પર્ધક ખાનઝાદીને લઈને કપલ વચ્ચે ઝઘડો થયો હતો. આ પછી અંકિતાના ફેન્સે પોતાનો ગુસ્સો વિકી પર ઠાલવ્યો હતો.

અંકિતાએ વિકીને ચપ્પલ વડે માર મારતાં માતા સમજાવવા આવી હતી
થોડા દિવસો પહેલાં અંકિતાએ શોમાં તેના પતિ વિકીને ચપ્પલ વડે માર માર્યો હતો. આ કારણે અંકિતા અને વિકીની માતા શોમાં આવ્યા હતા. કપલની માતાએ તેમને સલાહ આપી હતી કે, તેઓ એકબીજા સાથે ન લડે. વિકી જૈનની માતા રંજનાએ અંકિતાને વાતચીતમાં વિકીના રડવાનું કારણ જણાવ્યું. એક તરફી બોલતા વિકીની માતા રંજનાએ બે વખત અંકિતાની માતા વંદનાને વચ્ચે બોલતા અટકાવ્યા હતા. આ જોઈને અંકિતા લોખંડેએ પણ મૌન જાળવ્યું. રંજના જૈનની વર્તણૂક જોઈને બિગ બોસે તેમને અટકાવ્યા હતા.

રંજના જૈને વિકીને નારાજ થવાનું કારણ પૂછ્યું. વિકી તેમને કહે છે કે, ‘શોમાં દરેકને ગેરસમજ થાય છે. આ દરમિયાન જ્યારે અંકિતાની માતાએ વિકીને પૂછ્યું કે ‘તે શું ગેરસમજ કરે છે?’, ત્યારે વિકીની માતાએ તેની સાથે ગેરવર્તણૂક કરી અને તેને અટકાવ્યા અને કહ્યું કે ‘ચાલો સાંભળો, અમે તેનો જવાબ આપીશું.’

જ્યારે અંકિતાની માતા ફરી એકવાર વિકી સાથે વાત કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે રંજના જૈન ફરીથી તેને અસભ્યતાથી ચૂપ કરે છે. રંજના શોમાં પહોંચી અને અંકિતા લોખંડેને પણ ઠપકો આપ્યો. તેમણે ગુસ્સામાં વિકી જૈનને કહ્યું કે ‘તેં અંકિતાને ઘણી સ્વતંત્રતા આપી છે.’ આ સાંભળીને અંકિતા પણ સ્તબ્ધ થઈ ગઈ અને પૂછ્યું કે ‘કઈ છૂટ આપવામાં આવી?’

રંજનાએ એમ પણ કહ્યું હતું કે ‘અંકિતા તેને ચપ્પલ ફેંકીને ફટકારે છે અને લાત મારે છે, આ બધું જોઈને મને દુખ થાય છે.’ થોડા સમય પછી જ્યારે અંકિતાએ તેમની માતાને પૂછ્યું કે, ‘ગેમ કેવી ચાલી રહી છે?’ ત્યારે વિકીની માતાએ તેને બોલતા અટકાવી દીધી. આ વખતે બિગ બોસે દરમિયાનગીરી કરવી પડી અને કહ્યું કે, ‘આ પ્રશ્ન અંકિતાની માતાને પૂછવામાં આવ્યો છે, તે પણ જવાબ આપશે.’
બિગ બોસના ઘણા ચાહકોને શોમાં તેનું વલણ પસંદ નથી આવ્યું. સોશિયલ મીડિયા પર રંજના જૈનનું ટ્રોલિંગ શરૂ થઈ ગયું છે. આ કારણે જ અંકિતા લોખંડે રવિવારે ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહી છે.

