4 મિનિટ પેહલા
- કૉપી લિંક
તાજેતરમાં આયોજિત IIFA એવોર્ડ્સ 2024ના ઘણા વીડિયો હેડલાઇન્સમાં છે. આ દરમિયાન વિવેક ઓબેરોયનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે શાહરૂખ ખાનના વખાણ કરતો જોવા મળી રહ્યો છે. જો કે સ્ટેજ પર આપેલા તેના નિવેદનને સલમાન ખાન સાથે જોડવામાં આવી રહ્યું છે. ફેન્સનું માનવું છે કે વિવેકે સલમાનનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યું છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં વિવેક ઓબેરોય શાહરૂખ ખાન સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન, શાહરૂખના વખાણ કરતા વિવેકે કહ્યું છે કે, આ માણસ, તે માત્ર ઓન-સ્ક્રીન જ નહીં પરંતુ ઓફ-સ્ક્રીન પણ દિલનો રાજા છે. ઘણા લોકો પાસે ફેમ અને પાવર હોય છે, પરંતુ તમારી વિશે સૌથી ખાસ વાત એ છે કે તમે પાવરનો ઉપયોગ લોકોને આગળ લાવવા માટે કર્યો છે.

વિવેક ઓબેરોય શાહરૂખ ખાન સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યો છે
વિવેકના વખાણ સાંભળીને શાહરૂખ ખાને ભાવુક થઈને કહ્યું, જો તમે વધુ બોલ્યા તો હું જ આ એવોર્ડ જાતે રાખી લઈશ. જ્યારથી આ વીડિયો સામે આવ્યો છે ત્યારથી સોશિયલ મીડિયા યુઝર્સ માને છે કે, વિવેકે કોઈનું નામ લીધા વગર સલમાન ખાન પર નિશાન સાધ્યું છે. કારણ કે વિવેકે ઘણી વખત દાવો કર્યો છે કે, સલમાન ખાને તેની શક્તિનો ઉપયોગ કરીને તેને ઘણી ફિલ્મોમાંથી કાઢી મૂક્યો હતો, જેના કારણે તેની કારકિર્દી બરબાદ થઈ ગઈ છે. એક સમયે સલમાન ખાન સાથે બ્રેકઅપ થયા બાદ ઐશ્વર્યા રાયનું નામ વિવેક ઓબેરોય સાથે જોડાયું હતું. આ દરમિયાન વિવેકે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, સલમાન તેને સતત ધમકી આપી રહ્યો છે.
IIFA એવોર્ડ્સ 2024 27-29 ઓક્ટોબર દરમિયાન અબુ ધાબીમાં યોજાયો હતો, જેના હોસ્ટ શાહરૂખ ખાન અને કરણ જોહર હતા. પીઢ અભિનેત્રી રેખા, જાહ્નવી કપૂર, કૃતિ સેનન, વરુણ ધવન, અનન્યા પાંડે, નોરા ફતેહી સહિત ઘણા સેલેબ્સે પરફોર્મન્સ આપ્યું છે.
