3 કલાક પેહલા
- કૉપી લિંક
સોનાક્ષી સિંહાએ તાજેતરમાં જ એક્ટર અને તેના લાંબા સમયના બોયફ્રેન્ડ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા છે. ઝહીરે જણાવ્યું કે, તે અને સોનાક્ષી પહેલીવાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટમાં મળ્યા હતા. બંનેએ પહેલા જ દિવસે લગભગ 5 કલાક વાત કરી હતી. બધા ત્યાંથી નીકળી ગયા પરંતુ ઝહીર અને સોનાક્ષીની વાતચીતનો અંત આવ્યો ન હતો. ઝહીરે કહ્યું કે, 23 જૂન 2017ના રોજ સલમાન ખાનના ઘરે પાર્ટીનું આયોજન કરવામાં આવી રહ્યું હતું. સલમાનના ઘણા મિત્રો ત્યાં પહોંચી ગયા હતા. આ પાર્ટીમાં સોનાક્ષી પણ આવી હતી.
ત્યાં સુધી ઝહીર અને સોનાક્ષી એકબીજાને બિલકુલ ઓળખતા ન હતા. બંનેએ પાર્ટીની વચ્ચે વાતચીત કરી. આ પછી બંનેએ કલાકો સુધી વાત કરી અને એકબીજાને ઓળખ્યા. આ એક મુલાકાત બાદ બંને વચ્ચે નિકટતા વધવા લાગી.
બધા મહેમાનો ચાલ્યા ગયા પણ વાતચીતનો અંત ન આવ્યો
બોમ્બે ટાઈમ્સ સાથે વાત કરતા ઝહીર ઈકબાલે કહ્યું- ‘ન તો હું સોનાક્ષીને ઓળખતો હતો કે ન તો તે મને ઓળખતી હતી. સલમાન ભાઈએ તેમની ફિલ્મ ‘ટ્યુબલાઈટ’ના પ્રીમિયર પ્રસંગે ઘરે પાર્ટીનું આયોજન કર્યું હતું. સલમાન ભાઈના ઘણા મિત્રો ત્યાં આવી ગયા હતા. હું પણ મારા મિત્રો સાથે પહોંચ્યો હતો. તે દિવસ પહેલા હું સોનાક્ષીને ઓળખતો ન હતો, તે પણ મારા વિશે કંઈ જાણતી ન હતી.
તે 23 જૂન 2017ની રાત હતી. સોનાક્ષી અને હું પહેલી વાર મળ્યા હતા અને પહેલી મુલાકાતમાં અમે લગભગ 5 કલાક વાત કરી હતી. અમે વાતચીતમાં એટલા મશગૂલ હતા કે બધા મહેમાનો ક્યારે ચાલ્યા ગયા તેનું અમને ભાન જ ન રહ્યું.’
તે દિવસ પછી સોનાક્ષી-ઝહીરે મળવાનું શરૂ કર્યું
ઝહીરે કહ્યું કે તે ક્ષણ તેના માટે ખૂબ જ જાદુઈ હતી. આ પછી બંને અવારનવાર મળવા લાગ્યા. બંને વચ્ચે નિકટતા વધતી ગઈ અને છેવટે ગયા મહિને લગ્ન કરી લીધા.
સલમાન અને ઝહીરના પિતા બેસ્ટ ફ્રેન્ડ છે
દૈનિક ભાસ્કરે લગ્ન સમયે ઝહીર ઈકબાલના મેકઅપ આર્ટિસ્ટ રાજુ નાગ સાથે વાત કરી હતી. તેણે ઝહીરના પરિવાર અને સલમાન વચ્ચેના બોન્ડિંગ વિશે વાત કરી. તેણે કહ્યું હતું, ‘ઝહીરના પિતા અને સલમાન ભાઈ ઘણા સારા મિત્રો છે. ઝહીરની પહેલી ફિલ્મ આવવાની હતી ત્યારે સલમાન ભાઈએ મને તેમનો મેકઅપ કરવા તેમની પાસે મોકલ્યો હતો. ત્યારથી જ મારા ઝહીર સાથે ખૂબ સારા સંબંધો છે.
ઝહીર ઈકબાલ સોનાક્ષી કરતા દોઢ વર્ષ નાનો છે. તેનો જન્મ 10 ડિસેમ્બર, 1988ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ ઈકબાલ રત્નાસી છે. ઈકબાલ રત્નાસી વ્યવસાયે મોટા બુલિયન વેપારી છે. તે અને સલમાન ઘણા જૂના અને નજીકના મિત્ર છે.’
સલમાને જ ઝહીરને 2019માં ફિલ્મ ‘ધ નોટબુક’ દ્વારા ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કર્યો હતો. જોકે આ ફિલ્મ ફ્લોપ રહી હતી. આ પહેલા સલમાને તેને તેની 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘જય હો’માં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે તક આપી હતી.