દેશના વિવિધ ભાગોમાં ક્યાંક વાદળછાયું વાતાવરણને કારણે વિઝિબિલિટી ઘટી છે તો ક્યાંક ધોધમાર વરસાદને કારણે ફ્લાઇટના ટેક ઓફ અને લેન્ડિંગમાં મુશ્કેલી થઈ રહી છે એવા સમયમાં અમદાવાદથી ઉડાન ભરીને દેશ-વિદેશમાં જતી કુલ 70 ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલના નિશ્ચિત સમય કર
.
મુંબઈ નાસિક-પુણે, ગોવાની ફલાઈટો 1 કલાક કરતા પણ વધુ મોડી
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થી દરરોજ અનેક શહેરોમાં ફ્લાઇટ જતી હોય છે ત્યારે ગઈકાલે રાત્રે 11:20 કલાકે અમદાવાદ એરપોર્ટથી ઉડાન ભરીને દિલ્હી જતી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ 7 કલાક કરતા વધુ સમય માટે મોડી પડતાં આજે વહેલી સવારે 6:37 કલાકે ઉડાન ભરીને દિલ્હી જવા રવાના થઇ હતી. આ ઉપરાંત આજે ઉત્તર ભારતના વિવિધ શહેરોમાં તથા મુંબઈમાં ભારે વરસાદને કારણે અનેક ફ્લાઇટ મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ગાજવીજ સાથે વરસાદને કારણે વિઝિબિલિટી ખૂબ જ ઘટી ગઈ હોવાથી દેહરાદૂન દિલ્હી, જમ્મુ તથા અન્ય રાજયમાં ખાસ કરીને મુંબઈ નાસિક-પુણે, ગોવા વગેરે સેક્ટરની ફ્લાઇટ 1 કલાક કરતા પણ વધુ સમય માટે વિલંબિત થઇ હતી જેમાંથી કેટલીક ફ્લાઈટ તો 4 કલાક માટે પણ વિલંબિત થઈ હતી.
વરસાદી માહોલના કારણે ફ્લાઈટના સમયમાં ફેરફાર
મહત્વનું છે કે, આજે પણ મુંબઈ સહિતના શહેરોમાં વરસાદી માહોલને કારણે ફ્લાઇટને તેની અસર થઈ છે. આજે મોડી રાત સુધીની વિવિધ ફ્લાઇટ વિલંબિત થવાની શક્યતાઓ છે, જેમાં ઇન્ડિગો એરલાઇન્સની અમદાવાદથી ગોવા જતી ફ્લાઇટ 1 કલાક, મુંબઈ જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ 1 કલાક 25 મિનિટ, ઇંડિગોની ચંડીગઢ જતી ઇંડિગોની ચંડીગઢ જતી ફ્લાઈટ 1 કલાક કરતાં વધુ ફ્લાઇટ 1 કલાક કરતાં વધુ, ઇન્ડિગોની દિલ્હી જતી ફ્લાઇટ લગભગ 1 કલાક માટે વિલંબિત થશે.
ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ રદ્દ થઈ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, જુદા-જુદા શહેરમાંથી અમદાવાદ આવતી ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફ્લાઈટો મોડી પડી છે, જયારે મોડી રાત્રે 2:00 વાગ્યે મુંબઇથી અમદાવાદ આવતી ઇન્ડિગો એરલાઇન્સની એક ફ્લાઇટ રદ્દ થઈ હતી. આજે મોટે ભાગે ઉત્તર ભારતના શહેરોની ફ્લાઇટ મોડી પડી હતી, જેમાં દિલ્હી-દેહરાદૂનની ફ્લાઇટ તથા મુંબઈ-પુણે, ગોવા સહિતની ડોમેસ્ટિક ફ્લાઇટ જ્યારે અબુધાબી, દુબઈ, શારજાહની ઇન્ટરનેશનલ ફ્લાઇટ મોડી પડી હતી.