રાષ્ટ્ર સંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના આશીર્વાદથી સમસ્ત મહાજન દ્વારા દિલ્હીમાં બે સુપર સ્પેશિયાલિટી એનિમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરવામાં આવી છે. મહાશિવરાત્રિના શુભ દિવસે વહેલી સવારે પૂજા-અર્ચના સાથે આ સેવાનો પ્રારંભ થયો.
.
સમસ્ત મહાજનના ટ્રસ્ટી પરેશભાઈ શાહના સંકલનથી પ.પૂ. આચાર્ય શ્રી તીર્થભદ્રસૂરીજીએ બોરીવલી ખાતે મંગલાચરણ કર્યું. શેર્સ ઇન્ડિયા લિમિટેડના વિજયભાઈ અને સુરેશભાઈ વોરાએ બંને કરુણા રથને વિજય તિલક કરીને પ્રસ્થાન કરાવ્યું.
મુંબઈમાં અર્હમ અનુકંપા પ્રોજેક્ટ હેઠળ 11 સુપર સ્પેશિયાલિટી એમ્બ્યુલન્સ 365 દિવસ નિ:શુલ્ક સેવા આપે છે. છેલ્લા 30 મહિનામાં 80,000 પશુ-પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ મુંબઈ અને આસપાસના 110 કિલોમીટરના વિસ્તારમાં સેવા આપે છે.
ડૉ. ગિરીશ શાહ, મિત્તલ ખેતાણી અને પરેશ શાહ સમગ્ર ભારતમાં આવી સેવા વિસ્તરે તે માટે પ્રયત્નશીલ છે. ડૉ. ગિરીશ શાહ ભારત સરકારના એનિમલ વેલફેર બોર્ડના સભ્ય તરીકે પણ સેવા આપી રહ્યા છે. વધુ માહિતી માટે +9152990499, +9152990599 પર સંપર્ક કરી શકાય છે.