વલસાડ19 મિનિટ પેહલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરના સામરપાડા વિસ્તારમાં પિયર ખાતે રહેતી પત્ની મોબાઈલ ઉપર કોઈ યુવક સાથે વાત કરતા પતિ જોઈ ગયો હતો. જે બાબતે ગુસ્સે થયેલા પતિએ ઘરની બહાર લગાવેલા લાકડાના ટેકા સાથે બાંધી પત્નીનું અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો વહેમ રાખી માર માર્યો હતો. જે દરમ્યાન દીકરીની માતા આવી જતા દીકરીની માતા વચ્ચે પડતા પતિ ગાડી લઈ આવુ છું જણાવી જતો રહ્યો હતો. માતાએ અન્ય પરિવારના સભ્યોની મદદ લઈને નજીકની હોસ્પિટલ ખસેડતા માર ખાનાર મહિલાનું મોત થયું હતું. જેથી ઉમરગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તે કેસમાં ઝડપાયેલા પતિએ દીકરીની શાળાની ફી ભરવા માટે વાપીની એડિશનલ સેશન્સ કોર્ટમાં વચગાળાના 30 દિવસની જામીન અરજી મૂકી હતી. જે અરજી ઉપર DGP અનિલ ત્રિપાઠીની દલીલોને ગ્રાહ્ય રાખીને વાપીની એડિશન સેશન્સ કોર્ટના જજ એમ પી પુરોહિતી આરોપીના વચગાળાના જામીન અરજી નામંજૂર કરતો હુકમ કર્યો હતો.
વલસાડ જિલ્લાના ઉમરગામ શહેરના સામરપાડા ખાતે રહેતી રાધા