અમદાવાદની જીએલએસ યુનિવર્સિટીમાં 19મી ફેબ્રુઆરી 2025ના રોજ પદવીદાન સમારોહ યોજાયો. આ સમારોહમાં 4700થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી.
.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન ઉપસ્થિત રહ્યા હતા. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સી.કે. ઠક્કર પણ વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.
ધર્મેન્દ્ર પ્રધાને તેમના સંબોધનમાં NEP 2020ના અમલીકરણ પર ભાર મૂક્યો. તેમણે શિક્ષણની પરિવર્તનશીલ શક્તિ અને ભારતના ભવિષ્યને આકાર આપવામાં તેના મહત્વ વિશે વાત કરી. વિદ્યાર્થીઓને સમાજમાં પરિવર્તન લાવવા માટે તેમનું જ્ઞાન અને સર્જનાત્મકતાનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કર્યા.
ગુજરાત લો સોસાયટીના પ્રમુખ પંકજ પટેલે વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું. જીએલએસ યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટીએ યુનિવર્સિટીની વિકાસ યાત્રા વિશે વાત કરી. તેમણે વિદ્યાર્થીઓની સફળતામાં તેમના પરિવારો અને ફેકલ્ટીના યોગદાનને બિરદાવ્યું.
કાર્યક્રમમાં જીએલએસ યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ નાણાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. ચાંદની કાપડિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન આજીવન શિક્ષણના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો અને વિદ્યાર્થીઓને તેમના ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા પ્રેરિત કરવામાં આવ્યા.
જી.એલ.એસ. યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ ચાંદની કાપડિયા એ વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની સિદ્ધિઓમાં પોતાનો અપાર ગૌરવ વ્યક્ત કરતાં હાર્દિક આનંદની લાગણી વ્યક્ત કરી હતી . આ ઉપરાંત ડૉ ચાંદની કાપડિયા એ નેતૃત્વ અને શિક્ષણના મહત્વને પ્રકાશિત કર્યું હતું. તેમણે માનનીય ન્યાયાધીશ શ્રી સી.કે.ઠક્કર ના પ્રેરણાદાયી યોગદાનને પણ બિરદાવ્યું . માનનીય ન્યાયાધીશ શ્રી સી.કે. ઠક્કર ને તેમના કાયદા અંગે ના યોગદાન માટે સમારોહ દરમિયાન માનદ ડોકટરેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. કવિ શ્રી તુષાર શુક્લ ને તેમના સાહિત્ય ક્ષેત્રે કરેલા યોગદાન માટે સમારોહ દરમિયાન માનદ ડોકટરેટ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.માનનીય ન્યાયાધીશ શ્રી સી.કે. ઠક્કરના શબ્દોએ બધાને પ્રેરણા આપી, અને કાયદા પ્રત્યેની જવાબદારી નિભાવવા માટે ની સૂચન કર્યું હતું. તેમની સિદ્ધિઓ ભારતની અંદર જ નહિ પરંતુ વૈશ્વિક સ્તરે ન્યાયિક પ્રથાઓને પ્રભાવિત કરે છે. ગુજરાતી સાહિત્ય અને સંસ્કૃતિમાં તેમના અસાધારણ યોગદાન માટે માનદ ડોકટરેટ સાથે માન્યતા પ્રાપ્ત શ્રી તુષાર શુક્લ, કવિ, ગીતકાર અને પ્રસારણકર્તા તરીકેની તેમની યાત્રા શેર કરી હતી. તેમની કૃતિઓ, જે કવિતા, નિબંધો અને ગીતોમાં ફેલાયેલી છે, જે નવી પેઢીને ખુબ જ પ્રભાવિત કરે છે.કાર્યક્રમ દરમિયાન, 34 મેરીટોરિયસ વિદ્યાર્થીઓને તેમના ઉત્કૃષ્ટ શૈક્ષણિક પ્રદર્શનને માન્યતા આપતા ગોલ્ડ અને સિલ્વર મેડલ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત, કાયદા, કમ્પ્યુટર એપ્લિકેશન, આઇટી, મેનેજમેન્ટ, ડિઝાઇન અને અન્ય જેવા વિવિધ ફેકલ્ટીમાં ‘બેસ્ટ સ્ટુડન્ટ’ એવોર્ડથી 34 વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 58 ડોક્ટરલ વિદ્યાર્થીઓને તેમના પીએચ.ડી. ડિગ્રી, એનાયત કરવામાં આવી હતી.આ ઘટના માત્ર શૈક્ષણિક સિદ્ધિઓની ઉજવણી જ નહીં પરંતુ સ્થિતિસ્થાપકતા, સપના અને ભવિષ્યની આશાની ઉજવણી હતી. સ્નાતકોને યાદ અપાયું હતું કે તેમના જીવનનું નવું પ્રકરણ નજીક આવી રહ્યું છે, ત્યારે તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક મુસાફરીની સુંદર શરૂઆત થઈ રહી છે. પદવીદાન સમારંભ નો અંત આવ્યો, ત્યાં ગૌરવની સામૂહિક ભાવના અને ભવિષ્યની આશા હતી. જી.એલ.એસ. યુનિવર્સિટીનો 8 મી પદવીદાન સમારોહ ખરેખર શૈક્ષણિક અને વ્યક્તિગત બંને સિદ્ધિઓની ઉજવણી નો હતો, અને દરેક સ્નાતક તેમની અનન્ય રીતે વિશ્વને એક નવું સ્વરૂપ અપાવવાની સંભાવનાની યાદ અપાવે તેમ હતો.જીએલએસ યુનિવર્સિટીના સ્નાતકોને ફરી એકવાર અભિનંદન! વિદ્યાર્થીઓ તેમના બધા પ્રયત્નોમાં શ્રેષ્ઠતા મેળવે અને વિશ્વ પર સકારાત્મક અસર કરી શકશે તેવી અભ્યર્થના.
