ભુજ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
- દોઢ વર્ષ અગાઉ ભીમાસર થી ભુજ સુધીના 60 કી.મી રસ્તાનું ચાર માર્ગીય રૂપાંતરણનું કામ શરૂ થયું હતું
- જમીન સંપાદનની કાર્યવાહી મંદ હોઇ રતનાલ-ભીમાસર ઓવરબ્રિજ શરૂ જ નથી થયો
સરહદી જિલ્લાના મહત્વના ભીમાસર-ભુજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 341 ના ગત વર્ષે શરૂ થયેલા વિસ્તૃતિકરણનું કામ બે રેલવે ઓવરબ્રિજ સહિત 70% પૂર્ણ થયું છે. અદ્યતન ટેકનોલોજી ‘જીઓ ગ્રીડ’’ સાથે બનતા આ મજબૂત માર્ગનું 30 મહિનાની મુદતમાં પૂર્ણ કરી 30, જૂન, 2025 સુધી સુપ્રત કરવાની ઝડપે થતા કામોમાં જો કોઈ નાનું મોટું વિઘ્ન આવતું હોય તો તે માત્ર જમીન સંપાદનનું છે. જે હજુ રતનાલ અને ભીમાસર ના રેલવે ઓવરબ્રિજ માટે વિઘ્ન સમાન છે.
કુલ 60 કિલોમીટરની લંબાઈ, 20 કિલોમીટર સર્વિસ રોડ તેમજ ચાર