રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ રૈયા ટેલિફોન એક્ષચેન્જ પાછળ રવિરત્ન પાર્ક મેઇન રોડ પર આવેલા ગોલ્ડન પાર્કમાં રહેતા અને હનુમાન મઢી પાસે ક્લિનિક ધરાવતા દાંતના ડોક્ટર વિરલભાઈ કારીયાના પત્ની ઉમંગબેન કારીયા (ઉ.વ. 48) અને તેમની તબીબી અભ્યાસ કરતી દીકરી ખુશી ક
.
પડોશીઓ અમારી સાથે લાંબા સમયથી માથાકુટ કરે છે રાજકોટ સિવિલ હોસ્પિટલના બિછાનેથી ઉમંગીબેન રડતા રડતા કહ્યું હતું કે, અમે 12 વર્ષથી ગોલ્ડન પાર્કમાં રહીએ છીએ. મારે એક નાનો દીકરો અને એક દીકરી મોટી છે. જે એમબીબીએસનો અભ્યાસ કરે છે. મારા પતિ દાંતના ડોક્ટર છે અને તેમને હનુમાન મઢી પાસે ક્લિનિક છે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં ઘણા બધા ઘર-પરિવારો વચ્ચે અમારી જ્ઞાતિનું એક જ ઘર છે. આ કારણે પડોશીઓ અમારી સાથે લાંબા સમયથી માથાકુટ કરે છે. મારો નાનો દીકરો બહાર નીકળે તો તેને પણ પડોશીના છોકરાઓ ખુબ મશકરી કરે છે અને પરેશાન કરે છે. મારી દીકરી બહાર નીકળે તો તેને પણ પડોશી મહિલા મારકુટ કરવા દોડે છે અને પાટા મારે છે.
પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી તેમણે વધુમાં કહ્યું કે, મારા દીકરાનો કોઇ મિત્ર આવે તો તેને પણ પડોશીઓ પરેશાન કરે છે. ગત સાંજે પણ મારો દીકરો બહાર નીકળતા તેની સાથે માથાકુટ કરવામાં આવી હતી. હું અને મારી દીકરી ખુશી સમજાવવા જતાં પડોશી સુમીબેન, નિયતીબેન સહિતે મારકુટ કરી હતી. જોકે, પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.