આણંદ2 મિનિટ પેહલા
- કૉપી લિંક
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 ને અનુલક્ષીને આણંદ જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં લોકસભા ચૂંટણીમાં અને ખંભાત વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદારો વધુ માં વધુ મતદાન કરે તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સરાહનીય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે, મતદાન જાગૃતિના પ્રયાસ સ્વરૂપમાં બોરસદ વિધાનસભા મત વિસ્તારના મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી અમિત વી. પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારી દ્વારા બોરસદ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન જાગૃતિ કાર્યક્રમ અંતર્ગત રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ રેલીમાં મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી, બોરસદ ટાઉન