મહીસાગર નદીમાં વધુ એકવાર ડૂબવાની ઘટના બની છે. લુણાવાડા તાલુકાના મધવાસ પાસેથી પસાર થતી મહીં નદીમાં આજે લુણાવાડા શહેરના ત્રણ યુવાનો નાહવા પડ્યા હતા. ત્રણ પૈકી એક યુવાન ડૂબ્યો હોવાની હાલ પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે. બનાવની જાણ થતા જ લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા છે. જ્યારે લુણાવાડા ટાઉન પોલીસ અને લુણાવાડા નગર પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવી બોટ વડે નદીમાં શોધખોળ હાથ ધરાઈ છે.
Source link