મહેસાણા15 મિનિટ પેહલા
- કૉપી લિંક
પોતાના પતિને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવાના ગુનામાં જામીન ઉપર છૂટેલી મહેસાણાની યુવતીને બી ડિવિઝન પોલીસ મથકે બોલાવી મહિલા પીએસઆઇ એસ.એફ. ચૌધરીએ લાફા મારી બંને હાથે પટ્ટા મારતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ તેણીને અન્ય પીએસઆઇ ચાૈહાણે ફરિયાદ નહીં કરવાનું કહેતાં યુવતીએ બંને પીએસઆઇ વિરુદ્ધ ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેને પગલે હાઇકોર્ટે બંને પીએસઆઇ સામે ફરિયાદ નોંધવાનો આદેશ કરતાં છ મહિના બાદ બી ડિવિઝન પોલીસ મથકના બંને પીએસઆઇ વિરુદ્ધ તેમના જ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.
મહેસાણા ટીબી રોડ પર આવેલી પવનસૂત સોસાયટીમાં રહેતા ફોરમબેન