પૂર્વઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં સૌથી વધુ ૮૯૬ મિલકત મ્યુનિ.દ્વારા સીલ
Updated: Dec 16th, 2023
અમદાવાદ,શુક્રવાર,15 ડીસેમ્બર,2023
અમદાવાદમાં બાકી મિલકતવેરાની વસુલાત માટે મ્યુનિ.તંત્રે
ટ્રીગર ડ્રાઈવ કરી એક દિવસમાં ૩૪૪૧ મિલકત સીલ કરી રુપિયા ૫.૨૫ કરોડની આવક મેળવી
હતી.પૂર્વઝોનમાં સૌથી વધુ ૮૯૬ મિલકત સીલ કરવામાં આવી હતી.
પશ્ચિમઝોનમાં પાલડી,
આંબાવાડી,શ્રેયસ
ટેકરા ઉપરાંત મીઠાખળી, આશ્રમરોડ,સ્ટેડિયમ તથા ઉસ્માનપુરા,નારણપુરા સહિતના અન્ય વોર્ડ વિસ્તારમાં બાકીદારોની ૪૫૭
મિલકત સીલ કરી રુપિયા ૩૮ લાખ આવક મેળવવામા આવી હતી.દક્ષિણ-પશ્ચિમઝોનના વિવિધ વોર્ડ
વિસ્તારમાં બાકીદારોની ૪૬૦ કોમર્શિયલ મિલકત સીલ કરી રુપિયા ૧.૧૦ કરોડ આવક મેળવવામા
આવી હતી.પૂર્વઝોનના ઓઢવ,નિકોલ, રખિયાલ,રામોલ સહિતના
વોર્ડ વિસ્તારમાં બાકીદારોની ૮૯૬ મિલકત સીલ કરવામાં આવી હતી.મધ્યઝોનના રાયપુર, ઘીકાંટા,ચમનપુરા સર્કલ
સહિતના વિસ્તારમાં બાકીદારોની ૪૦૩,ઉત્તરઝોનના
વિવિધ એસ્ટેટમાં આવેલી ૩૪૧ મિલકત સીલ કરવામા આવી હતી.દક્ષિણઝોનના વિવિધ વોર્ડ
વિસ્તારમાં ૪૧૫, ઉત્તર-પશ્ચિમઝોનના
વિવિધ વોર્ડ વિસ્તારમાં બાકીદારોની ૫૪૬ તથા દક્ષિણ-પશ્ચિમઝોનમાં ૪૬૦ મિલકત
બાકીદારોની વેરા વસુલાત માટે મ્યુનિ.ના ટેકસ વિભાગ દ્વારા સીલ કરાઈ હતી.