રુપિયા ત્રણ કરોડના ખર્ચથી બનનારા રોડ માટે સાત હજાર ટન મટીરીયલનો ઉપયોગ કરાશે
Updated: May 15th, 2024
અમદાવાદ,બુધવાર,15 મે,2024
અમદાવાદના ત્રણ ઝોનમાં ચાર હજાર મીટર લંબાઈના ત્રણ નવા રોડ
બનાવવાની કામગીરી ૧૫ મે રાત્રિના ૮ કલાકથી શરુ કરી ૧૬ મે રાત્રિના ૮ કલાક સુધીમાં
પુરી કરી દેવાશે. રુપિયા ત્રણ કરોડના ખર્ચથી બનનારા ત્રણ રોડ માટે સાત હજાર ટન
હોટમીક્ષ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવશે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ પ્રોજેકટ દ્વારા દક્ષિણ ઝોનમાં
આવેલા નારોલ ટર્નીંગથી સદાની ધાબા સુધી ૧૬૪૦ મીટર લંબાઈનો નવોરોડ, દક્ષિણ-પશ્ચિમ
ઝોનમાં એરોઝ ફુટથી ફલોરેન્સ એટ-૯ સુધી ૧૦૦૦
મીટર લંબાઈનો નવો રોડ તથા ઉત્તર-પશ્ચિમ ઝોનમાં આર્યમન બંગ્લોઝથી હેબતપુર
ગામ સુધી ૧૨૦૦ મીટર લંબાઈનો નવો રોડ સાત હજાર ટન હોટમીક્ષ મટીરીયલનો ઉપયોગ કરી
બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.આ નવા રોડ બનાવવાની કામગીરી કોન્ટ્રાકટર આર.કે.સી.ઈન્ફ્રાબિલ્ટ
પ્રા.લી.દ્વારા કરવામાં આવશે.બે હોટમીક્ષ પ્લાન્ટ ઉપરથી વિવિધ મશીનરી તથા ડમ્પર, ટ્રેકટર
કોમ્પ્રેશર મશીન સહિતની મશીનરીનો ઉપયોગ કરાશે.કામગીરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના
અધિકારીઓ, કોન્ટ્રાકટરના
એન્જીનીયરો સહિતનો સ્ટાફ જોડાશે.