અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને તેની સહયોગી સંસ્થા શ્રુષ્ટિ વેસ્ટ મેનેજમેન્ટે ખાડિયા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું છે.
.
22 ફેબ્રુઆરી 2025ના રોજ એમપી આર્ટ્સ એન્ડ એમએચ કોમર્સ ગર્લ્સ કોલેજમાં વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીઓને સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું.
ટીમે વિદ્યાર્થિનીઓને ભીના અને સૂકા કચરાના વર્ગીકરણ વિશે માહિતી આપી. કાર્યક્રમ દરમિયાન સ્વચ્છતા અંગેના સ્લોગન બોલાવવામાં આવ્યા અને વિદ્યાર્થિનીઓને સ્વચ્છતા જાળવવાના સોગંદ લેવડાવવામાં આવ્યા. આ પહેલથી યુવા પેઢીમાં સ્વચ્છતા અંગે જાગૃતિ વધશે તેવી આશા છે.
