અમરેલી જિલ્લા ભાજપના બોગસ લેટરકાંડ મામલામાં કોમ્પ્યુટર ઓપરેટર રહેલી પાટીદાર સમાજની દીકરીની રાત્રિના સમયે ધરપકડ તેમજ તેના સરઘસના ગેરબંધારણિય કૃત્યના પડઘા જામનગરમાં પડ્યા છે. જામનગરના પટેલ યુવા ગ્રુપે આ મામલે આજે કલેક્ટર કચેરી પર જઈ આવેદનપત્ર પાઠવી યુવ
.
આજરોજ પાટીદાર સમાજના પટેલ યુવા ગ્રુપ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી. આવેદનપત્ર આપતી વખતે પાટીદાર સમાજના લોકોએ જણાવ્યું હતું કે, એક દીકરી કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતી હતી. જેમણે પોતાના માલિકના કહેવા પ્રમાણે ટાઈપિંગનું કામ કરતી હોય આ ઘટનામાં પણ તેમના માલિકના કહેવા પ્રમાણે તેમણે લેટર ટાઈપ કર્યો હોય જેમાં આ દીકરીનો ઈરાદો કોઈને બદનામ કરવાનો ન હતો. આ બાબતની જાણ ભાજપના રાજકીય આગેવાનોને હોવા છતાં આ નિર્દોષ દીકરીને લેટર કાર્ડમાં ખોટી રીતે આરોપી બનાવી અને રાત્રે 12:00 વાગે કાયદાથી વિરુદ્ધ જઈને પોલીસે ધરપકડ કરી અને અમરેલી શહેરમાં દીકરીનું જાહેરમાં સરઘસ કાઢી રાજકીય નેતાઓ અને પોલીસ અહમ સંતોષી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. આ બાબતે દીકરીને ન્યાય મળે તે માટે પટેલ યુવા ગ્રુપ જામનગર દ્વારા કલેક્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે.
આ આખા કાંડમાં દીકરી નિર્દોષ છે જેથી કરીને દીકરીનું નામ ફરિયાદમાંથી દૂર કરવામાં આવે. તેમજ દીકરીને નિર્દોષ જાહેર કરવામાં આવે તથા દીકરીને જેલમાંથી મુક્ત કરવામાં આવે. કાયદાની વિરુદ્ધ જઈ પોતાની મરજી મુજબ મનમાની કરી દીકરીનું જાહેરમાં સરઘસ કાઢનાર જવાબદાર પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાયદાકીય શિક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી માંગ સાથે વહેલી તકે ન્યાયિક તપાસ કરી દીકરી નિર્દોષ જાહેર થાય તે બાબતે કલેકટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
આ આવેદનપત્ર પાઠવતી વખતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનોજ કથીરિયા, શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ રાજેન્દ્રસિંહ સોઢા, શહેર કોંગ્રેસ મહામંત્રી પાર્થ પટેલ, શહેર આમ આદમી પાર્ટી પ્રમુખ નિલેશ ભાલારા સાહેબ પાટીદાર સમાજના યુવાનો જોડાયા હતા અને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી હતી.