રાજકોટ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજેશભાઈ શીશાંગિયા, મૃતક
રાજકોટ શહેરમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. શહેરના કોઠારિયા રોડ બ્રહ્માણી હોલ નજીક એક્ટિવાને પાછળથી આઇસરનો ચાલક ઠોકરે લઈ નાસી છૂટતા એક્ટિવાચાલક પ્રૌઢ અને પાછળ બેઠેલા તેમના પિતરાઈ ભાઈ ફંગોળાઇ જતાં બંનેને ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પિતરાઈ ભાઈનું સારવાર દરમિયાન મોત નિપજતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ઉલ્લેખનીય છે કે, બંને ભાઈઓ ખોખડદળ ગામે સગાઈ પ્રસંગમાંથી પરત ઘરે આવી રહ્યા હતાં ત્યારે રાત્રે અકસ્માત થયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી રાજકોટ