સુરત36 મિનિટ પેહલા
- કૉપી લિંક
સુરતમાં ગત 4 માર્ચના એક 29 વર્ષીય મહિલાના રહસ્યમય મોતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. પોલીસની તપાસમાં મહિલાના મોતમાં એવો વળાંક આવ્યો કે સૌ કોઈ ચોકી ગયા હતા. પતિથી અલગ રહેતી પત્નીને 3 વર્ષ બાદ મનાવી પોતાની સાથે સુરત લાવ્યો હતો. પ્રેમિકા સાથેના અફેરના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો ને આવેશમાં આવી પતિએ પત્નીનું ગળું દબાવી દિવાલ સાથે માથું અથડાવી મોતને ઘાટ ઉતારી હતી. પોલીસથી બચવા પતિએ એક જબરદસ્ત ડ્રામા કર્યો હતો. જેના કારણે પોલીસ પણ ગોથે ચડી હતી.
મર્ડરની આખી કહાનીમાં ચાર વર્ષના દીકરાએ પોતાના માતા અને પિતા