ગુજરાત હાઇકોર્ટમાં સોરઠીયા રબારી સેવા સમાજ ટ્રસ્ટ અને બીજા અરજદારો દ્વારા ગિરનાર નેસમાં વસતા રબારી, ભરવાડ અને ચારણ સમાજને જાતિનું સર્ટિફિકેટ આપવા માટેની અરજીઓ આવી હતી. જેની ઉપર હાઇકોર્ટમાં સુનાવણી ચાલુ છે. અગાઉ અનેક લોકો આવા ખોટા સર્ટિફિકેટ મેળવીને ત
.
આજે આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનવણી હતી. જેમાં સરકારે વધુ સમય માંગતા જણાવ્યું હતું કે આ મુદ્દે રચાયેલી ડી.જી. કારીઆ સમિતિ 31 જુલાઈના રોજ તેનો રિપોર્ટ સરકારને સોંપવાની છે. તેથી તેના બાદ સુનાવણી હાથ ધરાય. આ કમિટીના રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ વેરીફીકેશન કરીને ઉપરોક્ત જાતિઓને જાતિ સર્ટિફિકેટ આપવામાં આવશે. જો કે અરજદારે જણાવ્યું હતું કે આ કમિટીને જ ચેલેન્જ કરવામાં આવેલ છે. કારણકે અરજદારે જણાવ્યું હતું કે આ કમિટી દ્વારા અગાઉ અપાયેલા સર્ટિફિકેટને કેન્સલ કરવામાં આવશે. સર્ટીફીકેટનું કેન્સલેશન કાયદા આધારિત થાય ના કે કોઈ કમિટીના રિપોર્ટના આધારે.
સરકારી વકીલે જણાવ્યું હતું કે જેઓ વર્ષોથી ગીર નેસમાં રહેતા હોય અને તેના વારસદારો હોય તેવા રબારી, ભરવાડ અને ચારણ સમાજનું એક ફાઇનલ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. અત્યારે એવી પરિસ્થિતિ છે કે મશવાડી રીસીપ્ટને આધારે આ સર્ટિફિકેટ આપવામાં આવતું હતું જે રિસિપ્ટ જંગલમાં પશુ ચરાવવાના ફરવાનો કહેવાય છે. આવી ખોટી રીસીપ્ટ બની શકે છે. કાયદા વિરુદ્ધ જઈને કોઈનું પણ સર્ટિફિકેટ કેન્સલ કરવામાં આવશે નહીં. જો કે અરજદારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પાસે આવી સ્કુટીની કમિટી છે જ. 1994માં મલકાન કમિટી બની હતી જેને આ જ પ્રકારનું કામ કર્યું હતું. જોકે સરકારી વકીલે જણાવ્યું હતું કે ફક્ત 1500 લોકોને તપાસ્યા હતા. આ મુદ્દે વધુ સુનવણી 11 સપ્ટેમ્બર ના રોજ રાખવામાં આવી છે. રિપોર્ટ આવતા અદરજદારને રિપોર્ટ આપવામાં આવશે.