સેટેલાઈટ વિસ્તારમાં શ્યામલ સિનિયર સિટીઝન ગ્રુપના વડીલ રસિકભાઈનો જન્મદિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો. આ પ્રસંગે ગ્રુપના સભ્યો એકત્રિત થયા હતા. સભ્યોએ રસિકભાઈનું ભાવભીનું અભિવાદન કર્યું અને તેમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
.
વિશેષ રીતે, સૈની સાહેબે રસિકભાઈને સાલ ઓઢાડીને તેમનું વિશેષ સન્માન કર્યું હતું. જન્મદિવસની ઉજવણીમાં રસિકભાઈ તરફથી સૌ માટે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રુપના તમામ સભ્યોએ આ ભોજન સમારંભનો આનંદપૂર્વક લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌ સભ્યો વચ્ચે આત્મીયતાભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.