ગુજરાતમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. આગામી દિવસોમાં પણ હજુ ઠંડી વધે તેવી શક્યતાઓ છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં સતત ઘટાડો નોંધાવાથી રાજ્યભરના જિલ્લાઓમાં ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગ દ્વારા અગાઉથી આગાહી કરવામાં આવ
.
24 કલાકમાં 1.6 ડિગ્રી ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના લઘુત્તમ તાપમાનમાં ઘટાડો આવતા ઠંડીનો અહેસાસ થશે. ત્યારે આગામી પાંચ દિવસ રાજ્યનું વાતાવરણ શુષ્ક રહેવાની સાથે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં મોટાભાગના જિલ્લાઓમાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ સુધીનો ઘટાડો થઈ શકે છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી સેલ્સિયસ ઓછું મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદનું મહત્તમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન 31 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
13 ડિગ્રી સાથે નલિયા રાજ્યમાં બન્યું ઠંડુગાર આજે પણ 30થી 31 ડિગ્રી સેલ્સિયસ નોંધવાની શક્યતાઓ છે. જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.8 ડિગ્રી સેલ્સિયસ બધુ રહીને 17.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તથા આજે પણ અમદાવાદનું લઘુત્તમ તાપમાન 17થી 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. ગુજરાતમાં અત્યાર સુધીનું સૌથી લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાક દરમિયાન નલિયામાં નોંધાયું હતું. જ્યાં સામાન્ય કરતાં ઓછું લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.