સમગ્ર ગુજરાત રાજ્યમાં આજે ઉત્તરાયણના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.પતંગરસિકો માટે વહેલી સવારથી જ અનુકૂળ વાતાવરણ સર્જાયું છે 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે જેથી પતંગ ઉડાવવામાં પણ સહેલાઈ રહે છે. રાજ્યના વિવિધ જિલ્લાઓ
.
ગુજરાત પર આગામી 24 થી 48 કલાક દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસરો જણાશે જેને કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે. પરંતુ દિવસ દરમિયાન ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી ઠંડા પવનનો ફુગાવાને કારણે ઠંડકનો અનુભવ થશે. બીજી તરફ ઉતરાયણના તહેવારમાં 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના તમામ જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું અને ઠંડીનો અનુભવ પણ વધુ પ્રમાણમાં થયો હતો કારણ કે રાત્રિ દરમિયાન પણ ઠંડા પવનના સુસ્વાટા વાતા હોવાથી ઠંડીનું જોર યથાવત રહ્યું હતું.
છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 6.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુંય જ્યારે ડીસામાં પણ લઘુત્તમ તાપમાન 9.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યના ચાર મહાનગરોમાં લઘુત્તમ તાપમાન યથાવત રહ્યું હતું જ્યારે મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન 12.3 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયો હતો જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ ઘટીને 23.8 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. વડોદરામાં ગતરાત્રી દરમિયાન 12.8 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું જ્યારે સામાન્ય કરતાં ચાર ડિગ્રી સેલ્સિયસ ઓછું થઈને 25.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. સૌરાષ્ટ્ર કચ્છમાં ઠંડીનું જોર યથાવત છે ત્યારે રાજકોટમાં છેલ્લા 24 કલાક દરમિયાન 9.9 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું જ્યારે સુરતમાં પણ 16 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.