અમદાવાદના રખિયાલ વિસ્તારમાં આવેલી નારાયણા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા એક નવજાત બાળકને નવજીવન આપવા માટે સર્જરી કરવામાં આવી હતી. જેમાં પીડીયાટ્રીક કાર્ડિયોલોજિસ્ટ અને એનેસ્થેસિયોલોજિસ્ટિક દ્વારા મહત્વની ભૂમિકા ભજવવામાં આવી હતી. ફક્ત 20 મિનિટના ઓ
.
નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં રખિયાલ ખાતેની નારાયણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ શહેરના પૂર્વ ભાગમાં ખૂબ જ પ્રખ્યાત હોસ્પિટલ છે એવામાં 8 દિવસનું એક બાળક ગંભીર શ્વાસની તકલીફ સાથે નારાયણા હોસ્પિટલની OPDમાં પહોંચ્યું હતું. બાળક ખૂબ જ નાનું હોવાથી અને તેનું વજન પણ ફક્ત દોઢથી બે કિલો હોવાથી તેની સર્જરી કરવી ખૂબ જ જટિલ હતી. આ બાળક તેના પરિવારનું પ્રથમ સંતાન હતું. તેથી, પરિવારની પણ આશા હતી કે બાળક સ્વસ્થ થાય પરંતુ, આર્થિક સ્થિતિ નબળી હોવાથી તેને માતા-પિતા અને સમગ્ર પરિવારજનો ચિંતામાં હતા એવામાં હોસ્પિટલ દ્વારા બાળકને વેન્ટિલેટરના સહારા વગર જ સર્જરી કરીને તેને નવજીવન આપવામાં આવ્યું છે. 8 દિવસના બાળક પર જીવનરક્ષક બલૂન કોઆર્કટોપ્લાસ્ટી (મોટા લોકોમાં એનજીઓ પ્લાસ્ટિક હોય છે, તે રીતે બાળકોમાં આ સર્જરી થાય છે) સફળતાપૂર્વક કરી હતી. નવજાત શિશુને ઝડપી શ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી.
ધમની ગંભીરપણે સાંકળી થતી જાય છે
નારાયણા હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક કાર્ડિયોલોજિસ્ટ ડૉ. દિવ્યેશ સાદડીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો અને આ સમસ્યાને એઓર્ટા કો-આર્કટેશન તરીકે ઓળખાવી હતી, જેમાં હૃદયમાંથી ઓક્સિજનથી ભરપૂર રક્તને શરીરના બાકીના ભાગમાં પહોંચાડવા માટે જવાબદાર ધમની ગંભીરપણે સાંકળી થાય છે. આ તકલીફને ઓળખીને ડૉ. દિવ્યેશ સાદડીવાલા અને તેમની ટીમ દ્વારા ઝડપથી બલૂન કો-આર્કટોપ્લાસ્ટી (એન્જિયોપ્લાસ્ટી) પ્રક્રિયા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બલૂન રક્ત પ્રવાહમાં સુધારો કરે છે
બલૂન કો-આર્કટોપ્લાસ્ટી, જેને એન્જીયોપ્લાસ્ટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે એઓર્ટાના સાંકડા ભાગને પહોળો કરવા માટે રચાયેલ ઇન્ટરવેન્શનલ પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં બાળકની જાંઘમાં રક્તવાહિની દ્વારા કેથેટર તરીકે ઓળખાતી પાતળી નળી નાખવામાં આવે છે. આ કેથેટર એઓર્ટામાં સાંકળી થવાના સ્થળ પર તબીબોને કાળજીપૂર્વક માર્ગદર્શન આપે છે. ત્યારબાદ કો-આર્કટેશનના સ્થાને પહોંચીને બલૂન ફુલાવવામાં આવે છે. બલૂન એઓર્ટાના સંકુચિત ભાગને પહોળો કરે છે અને રક્ત પ્રવાહમાં સુધારો કરે છે. એઓર્ટા પૂરતા પ્રમાણમાં પહોળી થઈ જાય પછી બલૂન ડિફ્લેટ થાય છે અને કેથેટરને બહાર કાઢી લેવામાં આવે છે.
એનેસ્થેસિયાની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવી
હોસ્પિટલના કાર્ડિયાક એનેસ્થેટિકસ ડો. હેતલ શાહે જણાવ્યું કે, “આવા નવજાત બાળકો માટે પડકાર એ છે કે બાળક કોઈ ગંભીર સ્થિતિમાં ન મુકાય અને તેના જીવને જોખમ ઉભું ન થાય તે રીતે એનેસ્થેસિયાનું સંચાલન કરવાનુ હોય છે. અમે એનેસ્થેસિયાની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવી છે. જેમાં બાળકને સીસી સૂંઘાડવામાં આવે છે, જે માટે કોઈ ઇન્જેક્શન કે દવાનો ઉપયોગ ન કરતા બાળકને ગેસ દ્વારા બે બંધ કરવામાં આવે છે. આ ગેસમાં ત્રુટી સુગંધ હોય છે જેથી, બાળકને એનેસ્થીસીયા હાર્ડ ન પડે અને તે આરામથી સુઈ શકે છે. આ નવીન અભિગમ એ સુનિશ્ચિત કરે છે કે, બાળક ઊંઘે છે છતાં પણ સમગ્ર પ્રક્રિયા દરમિયાન સામાન્ય રીતે શ્વાસ લે છે, જે ઝડપથી રિકવરીમાં નોંધપાત્ર રીતે મદદ કરે છે.”
હોસ્પિટલમાં દર વર્ષે એકથી બે બાળકો આ પ્રકારની બીમારીની સારવાર માટે આવે છે
આ અદ્યતન ટેકનોલોજીના કારણે બાળકને વેન્ટિલેટર પર મુકવાની જરૂર પડી ન હતી અને પ્રક્રિયા પછી લગભગ તરત જ બાળક એ સ્વસ્થ થવાનું શરૂ કર્યું હતુ. ત્યારબાદ તેને સતત દેખરેખ અને વ્યવસ્થાપન માટે ઓક્સિજન સપોર્ટ સાથે હોસ્પિટલના NICUમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ ફક્ત બે જ દિવસમાં બાળકને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યું હતું. સમગ્ર પ્રક્રિયામાં સમય લાગ્યો હતો અને તેના પરિવાર માટે આ ખૂબ જ મહત્વનો સમય હતો કારણ કે, આવી બીમારીમાં જો તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો સ્થિતિ જીવલેણ બની શકે છે. સામાન્ય રીતે માણસોના હૃદયનું પંપિંગ 60% જેટલું હોય છે, જેની સામે બાળકની સર્જરી કરવામાં આવી તે પહેલા તેના હૃદયનું પંપિંગ ફક્ત 10% જેટલું હતું. તેથી બાળકની નસ શોધવી પણ ખૂબ જ મુશ્કેલીભર્યું કાર્ય રહ્યું હતું તેમછતાં સફળતાપૂર્વક સર્જરી પાર પાડવામાં આવી હતી. આ પ્રકારની ગંભીર બીમારી 10,000માંથી ફક્ત બેથી ત્રણ બાળકોમાં જોવા મળતી હોય છે ત્યારે નારાયણ હોસ્પિટલમાં દર વર્ષે એકથી બે બાળકો આ પ્રકારની ગંભીર બીમારી સાથે સારવાર માટે આવે છે.