સાયબર ક્રાઇમના અવારનવાર કેસ બનતા રહે છે. હાલમાં તો અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ડિજિટલ અરેસ્ટના કિસ્સાઓ પણ નોંધવામાં આવી રહ્યા છે, તેવામાં અમદાવાદના નારણપુરા વિસ્તારની એક 27 વર્ષીય યુવતી સાથે દિલ્હી સાયબર ક્રાઇમમાંથી વાત કરું છું, તેમ કહીને ₹4,92,900
.
યુવતીને વ્હોટ્સએપ કોલ કરીને તેના ઉપર ઓનલાઇન રજિસ્ટ્રેશન કરવાના બહાને માહિતી મંગાવી અને પોતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયા (CBI)ના અધિકારી હોવાની ઓળખાણ આપી એક પીડીએફ મોકલી હતી. જેમાં મહિલાનો આધારકાર્ડ નંબર પણ લખવામાં આવ્યો હતો તથા દિલ્હી સાયબર ક્રાઇમથી જ કોઈ પીડીએફ મોકલવામાં આવી હોય તે પ્રકારે સત્યમેવ જયતે લખેલું ભારતનું રાષ્ટ્રીય ચિન્હ વાળા વોટરમાર્ક પેજ પર સમગ્ર વિગતો પીડીએફમાં લખેલી હતી.
વ્હોટ્સએપ કોલ કરી ઓનલાઇન રજિસ્ટ્રેશનના બહાને માહિતી મંગાવી
CBIના નામે વ્હોટ્સએપ કોલ આવ્યો સમગ્ર ઘટના જાણે એમ છે કે 27 વર્ષીય અમદાવાદ શહેરમાં રહેતી મહિલાને એક ફોન કોલ આવે છે અને તેમાં તેને જણાવવામાં આવે છે કે, DTDC કુરિયર સર્વિસમાંથી વાત કરું છું અને આપના નામથી થાઇલેન્ડ એક પાર્સલ જઈ રહ્યું છે, જેમાં કેટલીક ગેરકાયદે વસ્તુઓ મળી આવી છે. આ વસ્તુઓમાં 3 લેપટોપ, 2 મોબાઈલ ફોન, 150 ગ્રામ એમડી ડ્રગ્સ અને દોઢ કિલો જેટલા કપડાં મુકેલા છે. આ પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓ મળી આવી છે તેમ જણાવવામાં આવ્યું હતું.

સાયબર ગઠિયાએ એજન્સીઓના નામે છેતરપિંડી આચરી
એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો ત્યારબાદ અન્ય એક નંબરથી વ્હોટ્સએપ કોલ આવ્યો હતો, જેમાં યુવતીને વાત કરનાર વ્યક્તિ પોતે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઓફ ઇન્ડિયામાં છે તેમ ઓળખાણ આપવામાં આવી હતી. તે જ નંબર ઉપરથી એક વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન ઇન્ડિયા કોન્સેસ્ટ ટુ ટર્મ ઓફ કોન્ફિડીયન્સિલી અગ્રિમેન્ટ પીડીએફ તથા યુવતીનો આધાર કાર્ડ નંબર લખેલો હતો. આ ઉપરાંત મની લોન્ડરીંગ કેસ, હ્યુમન ટ્રાફિકીંગ, ડ્રગ્સ સ્મગલિંગ વગેરે લખાણ લખેલું હતું અને તે પીડીએફના બેકગ્રાઉન્ડમાં એટલે કે વોટરમાર્કમાં સત્યમેવ જયતે તથા રાષ્ટ્રીય ચિન્હ પણ હતો, તેથી યુવતી સાચું માની ગઈ કે તેને દિલ્હી સાયબર ક્રાઇમમાંથી વ્હોટ્સએપ કોલ આવ્યો છે.
કપડાં ઉતરાવીને ચેકિંગ કરવું પડશે તેમ કહ્યું યુવતીને છેતરનાર ઠગે જે પીડીએફ મોકલી હતી, તેને નીચેના ભાગમાં ઓથોરાઈઝ પર્સન તરીકે ઓફિસ ઇન્ચાર્જ તરીકે સમાધાન પવાર આઈપીએસ લખેલું હતું. તથા ઇન્વેસ્ટિગેશન યુનિટ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન યુનિટ લખીને ખોટા સહી-સિક્કા કરેલા હતા તથા વ્હોટ્સએપ ઉપર વીડિયો કોલ કરીને નાર્કોટિક્સ ડિપાર્ટમેન્ટના પ્રોટોકોલ મુજબ કપડાં ઉતરાવીને ચેકિંગ કરવું પડશે તેમ જણાવી બળજબરીપૂર્વક આ કામ કરવા મજબૂર કરી હતી તથા વિવિધ એકાઉન્ટમાં મળીને કુલ ₹4,92,900ની છેતરપિંડી આચરી હતી.