રાજકોટ મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા આજે રૈયા રોડ ઉપર આમ્રપાલી અંડરબ્રિજ ઉપરના ભાગે આવેલી ખોડિયાર વિજય ડેરી ફાર્મમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ જગ્યાએ પોલીથીનની બેગમાં કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરેલો 800 કિલો મલાઇ, 400 કિલો માવો, 900 લીટર કેરેટમાં રહેલી
.
ક્યાં ક્યાં ચેકિંગ થયું
મળતી માહિતી અનુસાર આજે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા રોડ, રેલ્વે અન્ડર બ્રીજ ઉપર આવેલ ‘શ્રી ખોડિયાર વિજય ડેરી ફાર્મ પેઢીમાં તપાસ કરવામાં આવી હતી. આ પેઢી માલિકની હાજરીમાં તપાસ કરતાં કોલ્ડ સ્ટોરેજમાં પોલીથીનની બેગમાં સંગ્રહ કરેલ મલાઈ (પેક્ડ) 800 કિગ્રા., મીઠો માવો (પેક્ડ) 400 કિગ્રા. તેમજ પેઢીમાં રહેલા કેરેટમાં સંગ્રહ કરેલ છાસ (પેક્ડ) 900 લિટરનો જથ્થો માનવ આહાર માટે વેચાણ અર્થે રાખવામાં આવ્યાનું દેખાયું હતું. આ તમામ જથ્થા પર ફુડ એકટના નિયમ મુજબ ઉત્પાદનનું નામ, ઉત્પાદન કર્યા અંગેની વિગતો કે ઉત્પાદનોની એકપાયરી, બેસ્ટ બિફોર અંગેની વિગતો દર્શાવેલ ન હતી.
2000 કિલો જથ્થાને કચરામાં ફેંકી દેવાયો
ફૂડ વિભાગની પૂછપરછમાં આ જથ્થો પડતર હોવાનું ખુદ ડેરીના માલિકે સ્વીકાર્યુ હતું. આથી તમામ જથ્થો માનવ આહાર માટે અયોગ્ય હોય સોલીડ વેસ્ટ વિભાગનું વાહન સ્થળ પર બોલાવી ઉપરોક્ત પેક્ડ ખાદ્યચીજોનો અંદાજે કુલ મળી 2000 કિલો જથ્થાને કચરામાં ફેંકી દેવાયો હતો. તેમજ ઉત્પાદક તરીકેનું લાયસન્સ લેવા અને યોગ્ય સ્ટોરેજ કરવા તેમજ FSSAIના નિયમ મુજબ પેઢીમાં ઉત્પાદન કરતાં ખાદ્યચીજોના પેકિંગ પર લેબલિંગ કરી વિગતો દર્શાવવા બાબતે નોટિસ આપવામાં આવી હતી. સાથે ડેરીમાંથી ડ્રાયફ્રૂટ શિખંડ (લુઝ), પનીર (લુઝ), તેમજ અંજીર કાજુ આઇસ્ક્રીમ (લુઝ)ના નમુના લઇ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.