સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા 3 વર્ષથી કાર્યકારી કુલપતિ ફરજ બજાવી રહ્યા હોવાથી વહીવટી સ્થિતિ ખૂબ જ ડામાડોળ જોવા મળી રહી હતી. જોકે, હવે રાજ્ય સરકારે આ યુનિવર્સિટીના કાયમી કુલપતિ તરીકે ડૉ. ઉત્પલ જોશીની 5 વર્ષ માટે નિમણુક કરી છે, ત્યારે આજે માં સરસ્વત
.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવનિયુક્ત કાયમી કુલપતિ ડૉ. ઉત્પલ જોષીએ આજે ચાર્જ લેતાની સાથે જ રમૂજ કરતા જણાવ્યું હતું કે, અમે Ph.D. વાળા ફેઇક ડોકટર કહેવાય. જોકે, સાચા ડોકટર કમલ ડોડિયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવી છે. રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ તરીકેની 5 વર્ષની ટર્મ સંભાળવા માટે નિમણૂક કરી છે તેનાથી આનંદ અને ગૌરવની લાગણી થાય છે એટલા માટે કે જે યુનિવર્સિટીમાં સ્નાતક, અનુસ્નાતક અને પીએચ.ડી. સુધીનો અભ્યાસ કર્યો હોય અને ત્યાં જ કામ કરવાની તક મળે તેનો આનંદ શબ્દોમાં ન કહી શકાય. મને હોમ પીચ ઉપર કામ કરવાની તક મળી છે તેનો આભારી છું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીલક્ષી જે કોઈ પણ પ્રોજેક્ટ કરવાના થાય તેમાં અધ્યાપકોની સાથે વહિવટી સ્ટાફના સાથ સહકારથી આગળ વધવાનો પ્રયત્ન કરવામાં આવશે. આ સાથે જ અત્યાર સુધીમાં થેન્કલેસ જોબ સ્વરૂપે કાર્યકારી કુલપતિ તરીકે જેઓએ ફરજ બજાવી તેઓનુ પણ માર્ગદર્શન લેવામાં આવશે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતુ કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની અગાઉ ખૂબ જ સારી ગરીમા હતી. બહાર જઈએ તો લોકો પૂછતા કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી આવો છો? ફિઝિક્સ અને કેમેસ્ટ્રી સહિતના વિભાગોમાં અગાઉ ખૂબ જ સારું કામ થતું હતું જેથી આશા રાખીએ કે તમામના સાથ સહકારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની આગવી છાપ ઊભી કરીએ. હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માટે છે માટે જે લાગણી છે તે દૂર કરીએ અને પોઝિટિવ વાતાવરણ ઊભું કરીએ. હાલ પ્રાઇવેટ યુનિવર્સિટીઓનો મોટામાં મોટો પડકાર છે અને વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે. જેની ચિંતા કરી સ્પર્ધાના સમયગાળામાં કઈ રીતે આપણે ટકી રહીએ.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકો સહિતના સ્ટાફની અછત અને વિદ્યાર્થીઓની ઘટતી જતી સંખ્યા બાબતે પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું હતું કે, કયા પ્રમાણનુ મહેકમ મંજુર થયેલું છે તે જોઈ અને તેનુ ફોલોઅપ લેવાનું હોય છે. હાલ નિવૃત્ત સ્ટાફ મેમ્બરનુ રિપ્લેસમેન્ટ થતું નથી. કોન્ટ્રાક્ટ સિસ્ટમ વધુને વધુ હાવી થતી જાય છે. વિદ્યાર્થીઓની સંખ્યા હોય તો સ્ટાફની ત્વરિત ભરતી માટે રાજ્ય સરકારને કહી શકીએ. મફતના ભાવે ભણાવતી સ્ટેટ યુનિવર્સિટીઓમાં સંખ્યા કેમ ઘટતી જાય છે જે ચિંતા આપણે જ કરવાની છે. સમાજ તે ચિંતા નહીં કરે. સ્ટાફની ઘટનાની સમસ્યા માત્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જ નથી પરંતુ રાજ્યની તમામ સ્ટેટ યુનિવર્સિટીઓમાં છે.