રાજકોટમાં એન્જીનીયર યુવકને સાસરિયાઓએ ઘરે બોલાવી છૂટાછેડા માટે રૂપિયાની માંગણી કરી ઈજનેરને ગુપ્તાંગના ભાગે મારમારી લમણે બંદૂક રાખી ધમકી આપતાં તાલુકા પોલીસ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ છે. પેડક રોડ પર સ્મૃતિ સોસાયટીમાં રહેતાં ઉત્તમભાઈ રમેશભાઈ ભાખર (ઉ.વ.3
.
ગત તા.10ના સવારે 11 વાગ્યાની આસપાસ તે ફાલ્કન પંપ કંપની પર કામ કરતો હતો ત્યારે તેમના સસરા દામજીભાઇનો ફોન આવેલ કે, છુટાછેડા બાબતે વાતચીત કરવી છે, જેથી તમે અહીં ઘરે આવો છો કે અમે કંપની પર આવીએ જેથી તે ગભરાય ગયેલ અને તેઓને મળવા વાવડીથી સસરાના ઘરે જે રામધણ આશ્રમ પાસે આવેલ છે ત્યાં ગયેલ અને ઘરમાં પ્રવેશ કરેલ ત્યારે સસરા દામજીભાઈ, સાળા પંકજ, મોહીત તથા સસરાના મિત્ર વિનુભાઇ સખીયા પણ હાજર હતા.
તેઓ ઘરમાં પ્રવેશતાની સાથે જ સાળા પંકજ અને મોહીત બન્ને ગાળો આપવા લાગેલ અને છુટાછેડા કરવા બાબતે મારી પૈસાની માંગણી કરેલ પંરતુ તેમની પાસે સગવડ ન હોય જેથી મુદ્દત માંગતા બન્ને અચાનક ઉશ્કેરાઈ ગયેલ અને સાળા પંકજે ધક્કો મારી પાડી દીધેલ અને પગ પકડી રાખી સાળા મોહીતે ગુપ્તાંગ પર અને પગના ભાગે પાટા મારેલ હતા. તેમજ પત્ની ધારાએ કપાળના ભાગે ફુલદાની મારેલ જેથી શરીરે દુ:ખાવો થતા ગભરાઈ જઈ ઘરની બહાર નીકળવાનો પ્રયત્ન કરતો હતો ત્યારે સસરાએ પકડી રાખેલ અને ગાળો આપી હતી.
તેમજ સસરાના મિત્ર વિનુ સખીયાએ તેની પાસે રહેલ પરવાનાવાળી બંદુક કાઢી અને કપાળ પર રાખી કહેલ કે, જો છુટાછેડા કરવાના પૈસા ન હોય તો તારા નામે રહેલ મિલકતમાંથી એકાદ મિલકત ધારાના નામે કરી દેજે નહીંતર આટલી જ વાર લાગશે તેમ ધમકી આપેલ હતી. બાદમાં તે ત્યાંથી નીકળી વાવડી કંપનીએ જતો રહી પરિવારને જાણ કરી હતી. બાદમાં તેને શરીરે પહોંચેલ ઇજાથી દુખાવો થતાં 108 મારફત સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે આર્મ્સ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.