રાજકોટ શહેરમાં માધાપર વિસ્તારમાં મોડી રાતે ઘરમાં ઘુસી સગીરાને ફોસલાવી બાથરૂમમાં લઈ જઈ પાડોશી શખ્સ અડપલાં કરતો હતો અને આ જ દરમિયાન સગીરાની ફઈ જોઈ જતાં ભાંડો ફૂટ્યો હતો અને આરોપી રોહિત નામનો શખ્સ રંગેહાથ પકડાઈ ગયો હતો. બનાવ અંગે યુનિવર્સીટી પોલીસે પોકસ
.
તમે જલદી પોલીસ સ્ટેશન આવજો ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના 65 વર્ષીય માતા, નાના બહેન અને ત્રણ દીકરીઓ તથા એક દીકરા સાથે રહે છે. જેમાં નાની દીકરી 17 વર્ષની છે. તેમના પત્ની 17 વર્ષ પહેલા ગુજરી ગયેલ છે. ગઈ રાત્રીના 5 વાગ્યે તેમના નાના દીકરાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરેલ હોય જેનું ધ્યાન રાખવા સિવિલ હોસ્પિટલે તેઓ હતાં ત્યારે મોટી દીકરીનો ફોન આવેલ અને વાત કરેલ કે, તમે જલદી પોલીસ સ્ટેશન આવજો. જેથી, તેઓ તુરંત પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયેલ હતાં. જ્યાં તેમના બહેને વાત કરેલ કે, રાત્રીના આશરે 4 વાગ્યે બાથરૂમ જવા ગઈ ત્યારે બાથરૂમમાં તેમની સગીર દીકરી કોઇ અજાણ્યા છોકરા સાથે બાથરૂમમાં પુરાઇ ગયેલ હોય જેથી તેને બહાર આવવાનુ કહેતા તે બહાર આવેલ નહીં.
અમે બંને ઘરના બાથરૂમમાં છૂપાઇ ને મળતા હતાં ત્યારબાદ તેણીએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ અને સગીરાની પૂછપરછ કરતાં તેને જણાવેલ કે, રાત્રીના 4 વાગ્યે રોહિત સીપરીયા સાથે પ્રેમ સંબંધ હોય જેથી તેણીએ ફોન કરી રોહિતને ઘરે બોલાવેલ હતો. બાદમાં અમે બંને ઘરના બાથરૂમમાં છૂપાઇ ને મળતા હતાં અને બંનેએ કિસ કરી હતી ત્યારે અચાનકથી ફૂઇ બંનેને બાથરૂમમાં જોઇ ગયેલ અને બંનેને બહાર આવવાનુ કહેતા અમે બહાર નહીં આવતાં તેઓએ 100 નંબર ઉપર ફોન કરી પોલીસની ગાડી બોલાવેલ હતી.
પ્રેમજાળમાં ફસાવી શારિરીક છેડછાડ કરતાં ફરીયાદ નોંધાવી એક વર્ષ પહેલા પણ ફરિયાદીની સગીર પુત્રીને બાજુમાં રહેતો રોહીત સીપરીયા ભગાડી ગયેલ હતો અને તેની ફરિયાદ પણ કરેલ હતી. જે ગુન્હામાં તે બે મહીના જેલમાં પણ રહેલ હતો અને ફરીવાર પણ તેઓની સગીર પુત્રીને લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી શારિરીક છેડછાડ કરતાં ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી એસીપી રાધીકા ભારાઈએ વધુ તપાસ હાથ ધરી છે.