સરખેજ કેળવણી મંડળની શાળાઓમાં એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી પહેલ કરવામાં આવી છે. શ્રીમદ રાજચંદ્ર લવ એન્ડ કેર અને સર્વમંગલ ફેમિલી ટ્રસ્ટના સહયોગથી એચ.સી.એફ. હોસ્પિટલે “દ્રષ્ટિ તમારી સંભાળ અમારી” નામનો આઈ ચેક અપ કેમ્પ યોજ્યો હતો.
.
મંડળના પ્રમુખ મુકેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં બાલમંદિરથી ધોરણ 12 સુધીના વિદ્યાર્થીઓને આવરી લેવાયા હતા. કુલ 2826 વિદ્યાર્થીઓની વિનામૂલ્યે આંખની તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન 460 વિદ્યાર્થીઓને આંખમાં નંબર મળી આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓને નિ:શુલ્ક ચશ્મા આપવામાં આવ્યા છે. વધુમાં, 17 વિદ્યાર્થીઓને આંખમાં વિશેષ સમસ્યા જણાતા તેમના વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી. આ વિદ્યાર્થીઓને વિશેષ સારવાર માટે નિ:શુલ્ક માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે.