સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ બુધવારે સવારના 11 વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા સુધી ફ્લાઇટ ઓપરેશન બંધ રહેતું હોય છે. તેથી બુધવારના દિવસે અમદાવાદ પર લાઈટ ઓપરેશન ખૂબ જ ઓછું હોય છે સામાન્ય દિવસોમાં 270 જેટલી ફ્લાઈટની રહેતી હોય છે, પરંતુ બુધવારે 4 કલાક ફ્લ
.
મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને બેંગ્લોરમાં જતી ફ્લાઈટ વિલંબિત
અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ વન પરથી ડોમેસ્ટિક ફ્લાઇટની આગળ રહેતી હોય છે. તેવામાં આજે અમદાવાદથી મુંબઈ, દિલ્હી, ચેન્નઈ અને બેંગ્લોર સાથે ફ્લાઇટ એક કલાકથી લઈને બે કલાક જેટલા સમય માટે વિલંબિત થતાં હજારો મુસાફરો અને પરેશાન થવાનું વારો આવ્યો હતો. અમદાવાદથી ટેક ઓફ થતી કુલ 37 ફ્લાઇટ વિલંબિત થઈ હતી. આ ઉપરાંત આજે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં એતિહાદ એરવેઝ અબુધાબી જતી ફ્લાઈટ તથા એર ઇન્ડિયાની અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટ એક કલાક વિલંબિત થઈ હતી.
અમદાવાદ આવતી 16 ફ્લાઇટ વિલંબિત
દેશના તથા દુનિયાના વિવિધ એરપોર્ટથી અમદાવાદ આવતી કુલ 16 ફ્લાઇટ વિલંબિત થઈ હતી જેમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં કતાર એવરેજની દોહાથી અમદાવાદ આવતી ફ્લાઇટ એક કલાક જેટલા સમય માટે વિનંતી થઈ હતી. જ્યારે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુંબઈ, દિલ્હી અને જયપુરથી ફ્લાઇટ એક કલાક જેટલા સમય માટે વિલંબિત થઈ હતી, જેમાં ઇન્ડિગો એરલાઇન્સને એર ઇન્ડિયાની ફ્લાઈટનો સમાવેશ થાય છે.