આ ચોમાસાને યાદગાર બનાવવાનો પ્લાન તૈયાર કરી લો. કારણ કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી મુસાફરો લોંગ માટે વીકએન્ડમાં હરવાફરવા માટે સીધી ફ્લાઈટ્સથી મનપસંદ સ્થળોની મુસાફરી માણી શકે છે.
.
અમદાવાદથી દેશના આ સુંદર હિલ સ્ટેશન સાથે સીધી કનેક્ટિવિટી
લોનાવલા અને મહાબળેશ્વર: ધુમ્મસની ટેકરીઓ અને ઝરમર ધોધ વચ્ચે ચોમાસાના જાદુનો અનુભવ કરી શકાશે. તેના માટે 2 અકાસા એર અને 3 ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ દ્વારા અમદાવાદથી પુણે સુધીના અનુકૂળ ફ્લાઈટ સાથે આકર્ષક દૃશ્યો અને રોમાંચક રેલવે ટ્રેક્સનો આનંદ લઈને લોનાવાલા કે મહાબળેશ્વર પહોંચી શકાશે.
મુન્નાર અને એલેપ્પી: મુન્નારના લીલાછમ ચાના બગીચાઓ અને એલેપ્પીના શાંત બેકવોટર્સ ચોમાસા દરમિયાન શાંતિના આશ્રયસ્થાન જેવા છે. અમદાવાદથી ડાયરેક્ટ ઈન્ડિગો એરલાઈન્સની કોચીન સુધીની ફ્લાઈટ્સ લઈને 110 કિલોમીટર દૂર મુન્નાર અને 73 કિલોમીટર દૂર અલેપ્પી પહોંચાડી શકશે અને તમને આ અદભૂત સ્થળોના નયનરમ્ય દર્શન કરાવશે.
આમ તો દક્ષિણ ભારતમાં ચોમાસાની મજા કંઈક અલગ હોય છે, પરંતુ ઉત્તર ભારતના ચોમાસાનો અદભૂત આનંદ માણવા માટે પણ અમદાવાદથી સીધી ફ્લાઈટ્સ મળી રહેશે.
ઔલી જવા માટે દેહરાદૂન સુધી સીધી ફ્લાઈટ મળે છે
ઔલી: ઔલીના કુદરતી સૌંદર્યને નિહાળવા માટે અમદાવાદથી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ સુધીની ડાયરેક્ટ ઈન્ડિગો ફ્લાઈટમાં આહલાદક હવામાનનો ભરપૂર આનંદ માણીને 188 કિમીની આહલાદક રોડ ટ્રીપ કરીને ઔલી પહોંચી શકાશે.
ઇન્ડિગો એરલાઈન્સની રોજ દહેરાદૂનની ફ્લાઈટ ઉડાન ભરે છે
જયપુર: ચોમાસાના આકાશમાં ગુલાબી શહેરની રહસ્યમય આભાના સાક્ષી બનો. અમદાવાદથી જયપુર એરપોર્ટ સુધી ઈન્ડિગો એરલાઈન્સની 4 ફ્લાઈટ અને સ્પાઇસજેટ એરલાઈન્સની દરરોજ 1 ફ્લાઈટ હોય છે. જેથી અમદાવાદથી સીધી ફ્લાઈટ્સ દ્વારા ભવ્ય કિલ્લાઓ અને મહેલોની ભવ્યતામાં તલ્લીન બની શકાશે.
દેહરાદૂન: હિમાલયના પ્રવેશદ્વાર દેહરાદૂનમાં કુદરતી સૌંદર્ય અને આધુનિક સુવિધાઓના સંયોગને માણો અને મસૂરી, હરિદ્વાર કે ઋષિકેશની સાહસિક સફર કરો. ઇન્ડિગો એરલાઇન્સ દ્વારા દરરોજ સવારે 6:20 વાગ્યે અમદાવાદથી દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ માટે સીધી ફ્લાઇટ્સ મળી રહે છે. જે 1 કલાક 40 મિનિટના સમય બાદ દેહરાદૂન પહોંચાડે છે.
ગોવા જવા માટે ઈન્ડિગો, સ્પાઇસ જેટ, અકાસા, વિસ્તારાની ફ્લાઈટ મળી રહેશે
પર્વતોની ઉપર મોન્સૂન મેજિકનો નજારો માણો
ગોવા: ચોમાસાના વરસાદમાં ગોવાની વાઇબ્રન્ટ ભાવના જીવંત બને છે. જાજરમાન દૂધસાગર ધોધ, ઐતિહાસિક ઈમારતો અને અગુઆડા કિલ્લાના આકર્ષણમાં તરબોળ બનવા અમદાવાદથી મોપા અને ડાબોલિમ એરપોર્ટ બંને માટે કનેક્ટિવિટી ઉપલબ્ધ છે. ઉત્તર ગોવાના અનુભવ માટે ઈન્ડિગો, સ્પાઈસજેટ અને અકાસા એર દ્વારા દરરોજની 1 ફ્લાઈટ સાથે મોપા ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઉડાન ભરી શકાશે. દક્ષિણ ગોવાનું સૌંદર્ય માણવા અમદાવાદ એરપોર્ટથી મુસાફરોને 2 ઈન્ડિગો અને 1 વિસ્તારા ફ્લાઇટ સાથે ડાબોલિમ એરપોર્ટ સુધી જોડે છે. આ ઉપરાંત કચ્છ પણ ચોમાસામાં ફરવા માટે ખૂબ સુંદર ડેસ્ટિનેશન છે. ચોમાસા દરમિયાન કચ્છના રણમાં છુપાયેલી સુંદરતાના સાક્ષી બનો. વિશાળ રણ મેદાનો પાણીની વન્ડરલેન્ડમાં પરિવર્તિત થાય છે. અમદાવાદથી ભુજ એરપોર્ટ સુધીની સ્ટાર એરની ફ્લાઈટ દ્વારા સુગમતાથી કચ્છ પહોંચી શકાય છે.