ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે એક મોટી સફળતા મેળવી છે. પોલીસે બાતમીના આધારે ભાવનગર-રાજકોટ હાઈવે પરથી મહિલાના ગળામાંથી ચેઈનની ચોરી કરનાર વ્યક્તિને ઝડપી પાડ્યો છે. આરોપી મનીષભાઈ ઉર્ફે મુનાભાઈ પરમાર (ઉ.વ.45) પાસેથી 23 ગ્રામ અને 610 મિલિગ્રામનો સોનાનો ચેઈન મ
.
પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલ્યું કે, એક અઠવાડિયા પહેલા રાજપરા ખોડિયાર મંદિરમાંથી આ ચોરી કરી હતી. મંદિરમાં શ્રીફળ વધેરવા આવેલી એક મહિલાની નજર ચૂકવીને તેણે મહિલાના ગળામાંથી ચેઈન ચોરી કરી હતી. આરોપી મૂળ શિહોરના દેવીપૂજક વાસનો રહેવાસી છે અને હાલ સીદસર ગામમાં રહે છે. પોલીસે આરોપીને શિહોર પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે, જ્યાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.