અમદાવાદની પ્રતિષ્ઠિત ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ ક્લબમાં ગુલમોહન ગોલ્ફર ઑફ ધ યર 2025 ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું. આ સ્પર્ધામાં 68 ગોલ્ફર્સે ઉત્સાહભર ભાગ લીધો હતો.
.
ટૂર્નામેન્ટમાં ચાર મુખ્ય કેટેગરી રાખવામાં આવી હતી. હેન્ડીકેપ 0-14ની પ્રથમ કેટેગરીમાં તેજસ દેસવાલે વિજય મેળવ્યો. હૈદર અલી રનર-અપ રહ્યા. હેન્ડીકેપ 15-23ની બીજી કેટેગરીમાં શ્યામ નેથાની વિજેતા બન્યા અને નવજોત સિંહ ભામરા બીજા ક્રમે રહ્યા.
હેન્ડીકેપ 24-36ની ત્રીજી કેટેગરીમાં સાવન ગોડિયાવાલાએ પ્રથમ સ્થાન મેળવ્યું. રાહુલ સૈનાની રનર-અપ રહ્યા. જુનિયર કેટેગરીમાં દેવજીત સિંહ પાનેસરે વિજય મેળવ્યો અને રેયાંશ શાહ બીજા ક્રમે રહ્યા.

સ્કિલ કોમ્પિટિશનમાં મિહિર શેઠે લોંગેસ્ટ ડ્રાઇવનો એવોર્ડ જીત્યો. મિનોતી સિંહે ક્લોઝેસ્ટ ટુ પીન અને મોહમ્મદ યુસુફે સેકન્ડ શોટ ક્લોઝેસ્ટ ટુ પીનનો એવોર્ડ મેળવ્યો. તમામ વિજેતાઓને ક્લેરેટ જગની રેપ્લિકા આપીને સન્માનિત કરવામાં આવ્યા.
