વેરાવળ લોહાણા મહાજન દ્વારા મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. લોહાણા વંડી ખાતે વિશેષ ઝુંપડી આકારનો ફ્લોટ તૈયાર કરવામાં આવ્યો હતો.
.
બપોરે બાર વાગ્યે ભગવાન શ્રી રામના બાળ સ્વરૂપની પ્રતિમાની પૂજા-આરતી કરી જન્મોત્સવના વધામણા કરવામાં આવ્યા. કાર્યક્રમમાં મહાજન પ્રમુખ વિક્રમભાઈ તન્ના, ઉપપ્રમુખ મુકેશભાઈ રૂપરેલીયા, બિપીન અઢીયા, નગરસેવક નિલેશ વિઠલાણી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

મોટી સંખ્યામાં રઘુવંશી પરિવારોએ સ્વહસ્તે પ્રભુને ઝુલાવી આરતી કરી. રઘુવંશી મહિલાઓએ રસગરબાની રમઝટ બોલાવી ઉત્સવને વધુ આનંદમય બનાવ્યો. કાર્યક્રમમાં સમૂહ ફરાળ પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આ ઉજવણીને સફળ બનાવવા જીતેન્દ્ર ખખ્ખર, દિપક શીંગાળા, કેતન કાનાબાર, ભરત શીંગાળા, ધર્મેન્દ્ર અઢીયા, હાર્દિક ઠકરાર સહિત અનેક યુવાનોએ જહેમત ઉઠાવી. આ રીતે લોહાણા સમાજે એકતાના દર્શન કરાવતા ભવ્ય રીતે રામ જન્મોત્સવની ઉજવણી કરી હતી.