નિરમા યુનિવર્સિટીના ઈન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના NSS યુનિટે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કર્યું. આ સ્પર્ધામાં તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો.
.
વિદ્યાર્થીઓએ ‘સ્વ-વિકાસ એ રાષ્ટ્રનો વિકાસ છે’, ‘યુવા એ રાષ્ટ્રનું ભવિષ્ય છે’ અને ‘વિકસિત ભારત’ જેવા વિષયો પર હિન્દી, અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં વક્તવ્યો આપ્યા. સહભાગીઓએ 2047માં ભારતના ભવિષ્ય વિશે પોતાના વિચારો રજૂ કર્યા.
ડો. ત્રિલોક શર્મા અને શ્રી ગીરીશ કારીયાએ નિર્ણાયક તરીકે સેવા આપી. ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર ડૉ. ઉદય પાલીવાલ અને ફેકલ્ટી કો-ઓર્ડિનેટર ડૉ. પ્રણવ સારસ્વતની ઉપસ્થિતિમાં વિજેતાઓની જાહેરાત કરવામાં આવી.

સ્પર્ધામાં સેકન્ડ સેમેસ્ટરની ખનક બાબાનીએ પ્રથમ, ચોથા સેમેસ્ટરની વિધિ જૈને દ્વિતીય અને રૂત્વી ભટ્ટે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું. કાર્યક્રમનું સમાપન મહાનુભાવોના પ્રેરક વક્તવ્યો સાથે થયું.