અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશન દ્વારા કસ્ટમ સીનીયર ઓફિસર તરીકેની ખોટી ઓળખ બનાવી છેતરપીંડી કરનાર આરોપી વિરુદ્ધ અટકાયતી પગલાં લઈને પાસા (પ્રિવેન્ટિવ ડિટેન્શન) હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
.
આરોપી 25 વર્ષીય હિમાંશુકુમાર રમેશભાઈ રાય મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં સુરતના ઓલપાડ તાલુકાના રાધે રેસીડેન્સી વિસ્તારમાં રહેતો હતો..આરોપી પર ખોટી ઓળખના આધારે નોકરી અપાવવાના બહાને લોકો પાસેથી પૈસા પડાવી લેવાની ફરિયાદો નોંધવામાં આવી હતી.
આરોપી વિરુદ્ધ કુલ ચાર ગુનાઓ નોંધાયા હતા, જેમાં અઠવાલાઈન્સ અને પુણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાઓ પણ સામેલ છે. આ ગુનાઓમાં BN.S. 2023 ની કલમ 318(4), 318(2), 204, 205, 336(2)(3), અને 340 અંતર્ગત આરોપો છે.