અમદાવાદ3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઉત્તરભારતના રાજ્યો અને ખાસ કરીને કાશ્મીરમાં છેલ્લાં ચાર દિવસથી હિમવર્ષાનો માહોલ જામ્યો છે. આવનારા પાંચ દિવસમાં તેની અસર ગુજરાત પર પણ થઇ શકે તેવી શક્યતાઓ છે, પરંતુ હાલમાં તો કાશ્મીરની હિમવર્ષાની સૌથી વધુ અસર મુસાફરોને થઈ રહી છે. કારણ કે હિમવર્ષા થવાને લીધે ફ્લાઇટ લેન્ડિંગ પર સૌથી વધુ અસર થાય છે. કાશ્મીરના શ્રીનગરમાં આજે સવારે અને ગઈકાલથી હિમવર્ષાને કારણે ત્યાં જતી અને ત્યાંથી આવતી અનેક ફ્લાઈટને અસર થઈ છે. શ્રીનગર એરપોર્ટના રનવે પર બરફની ચાદર પથરાઈ જવાથી તથા ત્યાનું વાતાવરણ પણ પ્રતિકુળ હોવાથી નિશ્ચિત સમય કરતાં વિલંબ બાદ ફ્લાઇટનું લેન્ડિંગ થઈ રહ્યું છે.
ગુજરાતમાં હાલનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી સેલ્સિયસની