રાજકોટ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજકોટ RTO દ્વારા રોડ સેફ્ટીના નિયમોનો ભંગ કરવા બદલ છેલ્લે એક માસમાં 1,351 વાહનચાલકોને રૂ.49.91 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. જોકે આ કેસો ગત માસ કરતા 441 વધારે છે. એપ્રિલ માસમાં ઓવરસ્પીડના 515, મોબાઈલ પર વાત કરતા 115 સહિત 1,351 કેસ કરવામાં આવ્યા છે. રોડ સેફ્ટીના નિયમોનો ભંગ કરનારા સામે RTO તંત્ર દ્વારા લાલ આંખ કરવામા આવી છે. જેનાથી વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયો છે. કાયદાઓનો ભંગ કરનાર વાહન ચાલકો સામે RTO વિભાગ લાલઘુમ થયુ હોય તેમ દર મહિને કડક કાર્યવાહી કરવા છતા પણ રાજકોટના વાહન ચાલકો જાણે સુધરવા જ માંગતા હોય તેમ સતત બીજા મહિને પણ દંડની કાર્યવાહીમાં ફરી એકવાર અડધા કરોડનો ચાંદલો કર્યો છે.
મોબાઇલ પર વાત કરવી ભારે પડી આ અંગે RTO અધિકારી કે. એમ.